WEF-2018માં શાહરૂખ, કેટ બ્લાન્શેટનું સમ્માન…

સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત 48મા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સંમેલન દરમિયાન 22 જાન્યુઆરી, સોમવારે એક વિશેષ કાર્યક્રમમાં બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું ક્રિસ્ટલ એવોર્ડ આપીનને સમ્માન કરવામાં આવ્યું હતું. ભારતમાં સેવાભાવી સંસ્થા, મીર ફાઉન્ડેશન સ્થાપીને બાળકો અને મહિલાઓનાં અધિકારો માટે જનજાગૃતિ ફેલાવવાનું કામ કરવા બદલ શાહરૂખનું સમ્માન કરવામાં આવ્યું હતું. એની સાથે હોલીવૂડ અભિનેત્રી કેટ બ્લાન્શેટ અને સંગીતકાર એલ્ટન જોનનું પણ સમ્માન કરવામાં આવ્યું હતું.