‘ચલો જીતે હૈં’ના સ્પેશિયલ શોમાં અમિત શાહ…

લઘુ હિન્દી ફિલ્મ ‘ચલો જીતે હૈં’નો 28 જુલાઈ, શનિવારે મુંબઈમાં સ્પેશિયલ શો યોજવામાં આવ્યો હતો. એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ‘ભારત રત્ન’ સચીન તેંડુલકર, મુકેશ અંબાણી, દિગ્દર્શક મધુર ભંડારકર અક્ષય કુમાર, કંગના રણૌત સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ 32 મિનિટની લઘુ ફિલ્મના દિગ્દર્શક છે મંગેશ હદાવાલે. એમની ડેબ્યૂ મરાઠી ફિલ્મ ‘ટિંગિયા’ને રાષ્ટ્રીય સહિત અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. ‘ચલો જીતે હૈં’ ફિલ્મને 29 જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં એક એવા બાળકની વાર્તા છે જે દેશ માટે કંઈક કરવા માગે છે. બાળકનું નામ નરુ છે. કહેવાય છે કે આ ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ અને વ્યક્તિત્વ પર આધારિત છે. ફિલ્મનો બાળક નરુ સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચતી વખતે એમના વિચારોથી પ્રભાવિત થાય છે. પોતે બીજાંઓ માટે શું કામ કરી શકે છે એવો સવાલ એના મનમાં ઉદ્દભવે છે. આ વાર્તા ‘સામાજિક સમરતા’ પુસ્તકમાંથી લેવામાં આવી છે. એ પુસ્તક નરેન્દ્ર મોદીના વિચારશીલ લેખોનું એક સંકલન છે. આ ફિલ્મમાં વડનગર ખાતે પીએમ મોદીના બાળપણને બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં ચા વેચતા મોદીના બાળપણનો રોલ મૂળ મોડાસા તાલુકાના સરડોઈ ગામના 12 વર્ષના છોકરા ધૈર્ય દરજીએ કર્યો છે. ગુજરાતી એવા નરેન્દ્ર મોદીના બાળપણનો રોલ ગુજરાતી બાળક પાસે જ કરાવવાનું દિગ્દર્શક મંગેશ હદાવાલેએ નક્કી કર્યું હતું.

સચીન તેંડુલકર

મુકેશ અંબાણી, ઝરીન ખાન, સંજય ખાન

ઝરીન ખાન, સંજય ખાન

કંગના રણૌત

‘ચલો જીતે હૈં’ ફિલ્મમાં બાળક નરુની ભૂમિકા ભજવનાર ધૈર્ય દરજીને અભિનંદન આપતા અમિત શાહ

આફતાબ શિવદાસાની એની પત્ની નીન દુસાંજ સાથે

પ્રીતિ જંગિયાની

અક્ષય કુમાર

કંગના રણૌત, સેન્સર બોર્ડના ચેરમેન અને ગીતકાર પ્રસૂન જોશી

શામક દાવર

કંગના રણૌત

ડેબીના બોનરજી, ગુરમીત ચૌધરી

મધુર ભંડારકર

રાહુલ મહાજન

પૂજા બેદી

ગુલશન ગ્રૌવર