‘સંજુ’નું ટ્રેલર લોન્ચ કરાયું…

0
1684
સંજય દત્તના જીવન પર આધારિત રાજકુમાર હિરાની અને વિધુ વિનોદ ચોપરાએ બનાવેલી ફિલ્મ ‘સંજુ’નું ટ્રેલર 30 મે, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રણબીર કપૂર, સોનમ કપૂર, પરેશ રાવલ, દિયા મિર્ઝા, વિકી કૌશલ, મનીષા કોઈરાલા, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાની ઉપસ્થિત રહ્યાં હતાં. ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂરે નિભાવી છે. ફિલ્મ 29 જૂને રિલીઝ થવાની છે. (તસવીરોઃ દીપક ધુરી)