સલમાન કેડિયુ પહેરીને નાચ્યો…

0
1009
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેના દ્વારા નિર્મિત આગામી હિન્દી ફિલ્મ ‘લવયાત્રી’નો 25 સપ્ટેંબરે મુંબઈમાં ‘ઈન્ડિયા આઈડલ’ ટીવી કાર્યક્રમના સેટ પર પ્રચાર કર્યો હતો. ‘ઈન્ડિયા આઈડલ’ના સેટ પર નવરાત્રી સ્પેશિયલ એપિસોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સલમાન આ ફિલ્મની કલાકાર બેલડી – આયુષ શર્મા અને વારિના હુસૈન સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. સલમાને રાસ-ગરબા ખેલૈયાઓ પહેરતા હોય છે એવું કેડિયુ પહેર્યું હતું. ‘લવયાત્રી’ આવતી પાંચ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.