પ્રિયંકાએ ફિયાન્સ નિકનો બર્થડે ઉજવ્યો…

0
925
બોલીવૂડ પ્રિયંકા ચોપરાએ તેનાં અમેરિકન ફિયાન્સ, ગાયક અને ગીતકાર નિક જોનાસનો 26મો જન્મદિવસ (16 સપ્ટેંબર) અમેરિકામાં નિકનાં પરિવારજનો તથા મિત્રોની સાથે 15 સપ્ટેંબર, શનિવારે રાતે પાર્ટી કરીને ઉજવ્યો હતો. પ્રિયંકા અને નિકે ગયા મહિને સગાઈ કરી હતી અને હવે ઓક્ટોબરમાં લગ્ન કરે એવી ધારણા છે. પ્રિયંકાએ નિકના જન્મદિવસની પાર્ટીની તસવીર પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. એની સાથે કેપ્શનમાં એણે લખ્યું છે, ‘બર્થડેનું અઠવાડિયું શરૂ થઈ ગયું છે.’