નવદંપતી ‘દીપવીર’નું સ્વદેશાગમન…

0
1310
ગઈ 14-15 નવેમ્બરે ઈટાલીમાં લગ્ન કરનાર બોલીવૂડ કલાકાર બેલડી – રણવીર સિંહ ભવનાની અને દીપિકા પદુકોણ 18 નવેમ્બર, રવિવારે ભારત પાછાં ફર્યાં છે. મુંબઈ એરપોર્ટ પર એમનું પ્રશંસકોએ સ્વાગત કર્યું હતું. બંને કલાકાર પતિ-પત્ની એરપોર્ટથી મુંબઈના ખાર ઉપનગરસ્થિત રણવીરે ખરીદેલા નવા ઘર તરફ રવાના થયાં હતાં. ત્યાં પહોંચીને પણ બંનેએ પ્રેસ ફોટોગ્રાફરોને વિવિધ પોઝ આપ્યાં હતાં.