‘મિલન ટોકિઝ’નું મથુરામાં શૂટિંગ…

0
1248
નવી આગામી હિન્દી ફિલ્મ ‘મિલન ટોકિઝ’ના અમુક દ્રશ્યોનું શૂટિંગ 17 એપ્રિલ, મંગળવારે મથુરામાં છાવણી રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. એમાં કલાકારો અલી ફઝલ અને શ્રદ્ધા શ્રીનાથે ભાગ લીધો હતો. તિગમાંશુ ધુલિયા દિગ્દર્શિત આ ફિલ્મના શૂટિંગમાં અપહરણનું એક દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. એ સીન કેન્ટ સ્ટેશનેથી શરૂ થઈ યમુના સુધીનો હતો. એ માટે નિર્માતાઓએ રેલવે પાસેથી પાંચ બોગીવાળી ટ્રેન ભાડેથી લીધી છે. રાયા સ્ટેશન પર ફાઈટનો સીન છે, જેમાં હીરો બદમાશો સાથે લડે છે. ફિલ્મના શૂટિંગ માટે સ્ટેશન પર સુરક્ષાનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શૂટિંગ જોવા માટે ઘણા લોકો એકત્ર થયા હતા.
તિગમાંશુ ધુલિયા, અલી ફઝલ, શ્રદ્ધા શ્રીનાથ