શિર્ડીના સાઈબાબા મંદિરમાં કપિલ શર્મા…

0
1701
અભિનેતા અને સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા તેની આગામી હિન્દી ફિલ્મ ‘ફિરંગી’ રિલીઝ થવા પૂર્વે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે 30 ઓક્ટોબર, સોમવારે મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લાના શિર્ડી સ્થિત સાઈબાબા મંદિરમાં દર્શન કરવા ગયો હતો. એની સાથે ફિલ્મના દિગ્દર્શક રાજીવ ઢીંગરા પણ હતા. ભારતમાં બ્રિટિશ શાસનના સમય પર આધારિત ‘ફિરંગી’ આવતી 10 નવેંબરે રિલીઝ થવાની છે. એમાં કપિલ શર્મા ઉપરાંત ફિલ્મનાં અન્ય કલાકારો છે – ઈશિતા દત્તા અને મોનિકા ગિલ.