કંગનાનાં હસ્તે સ્માર્ટફોન્સનું મફત વિતરણ…

0
1289
બોલીવૂડ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી કંગના રણૌતે 30 જુલાઈ, સોમવારે છત્તીસગઢના રાયપુરમાં રાજ્ય સરકારની સંચાર ક્રાંતિ યોજના અંતર્ગત મહિલાઓ અને વિદ્યાર્થીઓને મફતમાં સ્માર્ટફોન્સનું વિતરણ કર્યું હતું. યોજના અંતર્ગત 50 લાખ જેટલા લાભાર્થીઓને આ ફોન આપવામાં આવશે. પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન રમન સિંહ પણ ઉપસ્થિત હતા. કંગનાએ ત્યારબાદ રમન સિંહના સત્તાવાર નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી અને એમના પરિવારજનો સાથે થોડોક સમય વિતાવ્યો હતો.