‘જબરિયા જોડી’નું પોસ્ટર રિલીઝ…

0
989
આગામી હિન્દી ફિલ્મ ‘જબરિયા જોડી’નું પોસ્ટર મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ પેશ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપરાની રોમેન્ટિક જોડી છે. આ બંને કલાકાર અગાઉ 2014માં આવેલી ફિલ્મ હંસી તો ફંસી ફિલ્મમાં સાથે ચમક્યાં હતાં. પોસ્ટરમાં પરિણિતી અને સિદ્ધાર્થને એક બેહોશ વરરાજાની પાસે ઊભીને સેલ્ફી લેતા જોઈ શકાય છે. ફિલ્મમાં સિદ્ધાર્થ એક બિહારી ઠગનો રોલ કરી રહ્યો છે.