IFFM: રાનીએ મેલબર્નમાં તિરંગો ફરકાવ્યો…

ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન (IFFM)નું આયોજન કરવામાં આવ્યું છે. વેસ્ટપેક ખાતે 12 ઓગસ્ટ, રવિવારે ફિલ્મોત્સવના આરંભે બોલીવૂડ અભિનેત્રી રાની મુખરજી-ચોપરાએ આગામી આઝાદીદિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ફિલ્મોત્સવમાં સંજુ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે મનોજ બાજપાઈને ગલી ગુલિયાં ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા અને રાની મુખરજીને હીચકી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ પ્રસંગે રાજકુમાર હિરાની, સીમી ગરેવાલ, વિકી કૌશલ, રીચા ચઢ્ઢા સહિત અનેક ફિલ્મી હસ્તીઓ ઉપસ્થિત હતી. ફિલ્મોત્સવ 22 ઓગસ્ટ સુધી ચાલશે.