ઋતિક રોશને ઉજવ્યો 44મો જન્મદિવસ…

0
1965
બોલીવૂડના હેન્ડસમ અભિનેતા ઋતિક રોશને 10 જાન્યુઆરી, બુધવારે પોતાના 44મા જન્મદિવસે ફિલ્મનગરી મુંબઈ કેક કાપીને પોતાના આ યાદગાર દિવસની ઉજવણી કરી હતી. કહો ના પ્યાર હૈ, ફિઝા, કભી ખુશી કભી ગમ, કોઈ મિલ ગયા, મિશન કશ્મીર, કાબિલ જેવી ફિલ્મોના અભિનેતા અને 1974ની 10 જાન્યુઆરીએ જન્મેલા ઋતિક પર એના જન્મદિન નિમિત્તે બોલીવૂડની અનેક હસ્તીઓ તરફથી અભિનંદનનો વરસાદ થયો છે.