દીપિકા પહોંચી સિદ્ધિવિનાયક મંદિરે…

0
2132
બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ પોતાની બહુચર્ચિત હિન્દી ફિલ્મ ‘પદ્માવત’ની સફળતા માટે ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે 23 જાન્યુઆરી, મંગળવારે મુંબઈના દાદરમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા ગઈ હતી. દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની અતિ વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ની રિલીઝ આડેનાં તમામ અંતરાયો સુપ્રીમ કોર્ટે દૂર કરી દેતાં આવતી ‌25મી જાન્યુઆરીથી આ ફિલ્મ આખા દેશમાં રિલીઝ થશે. આ નિમિત્તે ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પદુકોણ ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી.