‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’: દર્શકોએ માણ્યું નાટક ‘ભારતીબેન ભૂલા પડ્યા’

0
1245
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી તથા ભવન કલા કેન્દ્ર-ચોપાટી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’ (વર્ષ ૧૩મું)ની અંતિમ સ્પર્ધા અંતર્ગત ૩ જાન્યુઆરી, 2019ના ગુરુવારે દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન સભાગૃહ ખાતે પ્રથમ નાટક ‘ભારતીબેન ભૂલા પડ્યા’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી. શો પીપલ, મુંબઈ સંસ્થાના આ નાટકના લેખક વિનોદ સરવૈયા છે અને દિગ્દર્શક વિપુલ મહેતા છે. જુઓ નાટક ‘ભારતીબેન ભૂલા પડ્યા’ના દ્રશ્યોની તસવીરો. (તસવીરોઃ દીપક ધુરી)
‘ભારતીબેન ભૂલા પડ્યા’ નાટકનું એક દ્રશ્ય


'ચિત્રલેખા'ના સહસંસ્થાપક મધુરીબહેન કોટક દ્વારા ભારતીય વિદ્યા ભવન સંસ્થાના સ્થાપક કનૈયાલાલ મુનશીને પુષ્પાંજલિ


'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટક દ્વારા કનૈયાલાલ મુનશીને પુષ્પાંજલિ


આજનું નાટક (તા. ૪-૧-૨૦૧૯)

મનુ દામજી

પરમ, સુરત

લેખક અને દિગ્દર્શકઃ પદ્મેશ પંડિત

સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ

સમયઃ સાંજે ૭.૩૦