રણવીર-દીપિકાએ જ્યારે ‘ખલીબલી’ પર ઠુમકા લગાવ્યાં…

0
1221
બોલીવૂડ કલાકાર જોડી – રણવીર સિંહ અને દીપિકા પદુકોણે 5 ઓક્ટોબર, શુક્રવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં એમની ‘પદ્માવત’ ફિલ્મના ‘ખલીબલી’ ગીતની ધૂન પર ઠુમકા લગાવીને મહેમાનોનું મનોરંજન કર્યું હતું. બંને જણે એકબીજાંને ઉષ્માપૂર્વક આલિંગન આપ્યું હતું. આ બંને કલાકાર ‘પદ્માવત’ ઉપરાંત ‘બાજીરાવ મસ્તાની’ અને ‘ગોલીયોં કી રાસલીલા’ ફિલ્મોમાં પણ સાથે ચમક્યાં હતાં.