‘વિચિત્ર જોડી’: અનુપ જલોટા-જસલીન મથારુ…

0
2360
કલર્સ ટીવી ચેનલ પર પ્રસારિત કરાતો ‘બિગ બોસ’ રિયાલિટી શો સૌથી વધુ વિવાદાસ્પદ હોય છે એ સૌ કોઈ જાણે છે. સલમાન ખાન દ્વારા સંચાલિત આ શોની 12મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ‘બિગ બોસ હાઉસ’માં 17 સભ્યો પ્રવેશ્યા છે. એમાં એક ‘વિચિત્ર જોડી’ પણ છે – ભજનગાયક અનુપ જલોટા અને ઉભરતી ગાયિકા જસલીન મથારુ. 65 વર્ષના ‘પદ્મશ્રી’ સમ્માનિત જલોટા અને 28 વર્ષની જસલીન રીલેશનશિપમાં છે, એ ઘટસ્ફોટ ખુદ જસલીને કર્યો છે. બંનેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ સોશિયલ મિડિયા પર આ વિચિત્ર જોડીની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. જલોટા-જસલીન એકબીજાને સાડા ત્રણ વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે. જસલીન જલોટાની શિષ્યા છે અને એમની પાસે ગાયકીની તાલીમ લઈ રહી છે. જલોટા ત્રણ વાર પરણી ચૂક્યા છે. પહેલા સોનાલી શેઠ, પછી બીના ભાટિયા અને મેધા ગુજરાલ. સોનાલી અને બીના સાથે છૂટાછેડા થયા હતા જ્યારે મેધાનું લીવરની બીમારીને કારણે 2014માં નિધન થયું હતું. જસલીન 11 વર્ષની હતી ત્યારથી જલોટા પાસે ગાયકીની તાલીમ લઈ રહી છે. જસલીનનાં પિતા કેસર મથારુ ફિલ્મનિર્માતા છે. જલોટા-જસલીનની લવસ્ટોરી લોકોનાં માનવામાં આવતી નથી.