આલિયાએ અક્ષયની ‘પેડમેન ચેલેન્જ સ્વીકારી’…

0
3089
આગામી હિન્દી ફિલ્મ ‘પેડમેન’માં મુખ્ય ભૂમિકા ભજવનાર અક્ષય કુમારે વિરાટ કોહલી, દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટને ‘પેડમેન ચેલેન્જ’ આપી હતી. આલિયાએ એ ચેલેન્જ સ્વીકારી છે અને જિમ્નેશિયમમાં કસરત કરતી વખતે પોતાનાં હાથમાં સેનિટરી પેડ પકડીને આવો પોઝ પણ આપ્યો છે. એણે કહ્યું છે કે પોતે હવે જિમ્નેશિયમમાં એનાં સાથીઓને પણ આ ચેલેન્જ માટે પ્રેરિત કરશે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ પેડ પકડીને અક્ષયની ચેલેન્જ સ્વીકારી છે. અક્ષય કુમાર આવતી 9 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી પોતાની ‘પેડમેન’ ફિલ્મનો હાલ જોરદાર રીતે પ્રચાર કરી રહ્યો છે. ‘પેડમેન’ ફિલ્મનો વિષય મહિલાઓને માસિક ધર્મ વખતે સ્વચ્છતા જાળવવામાં ઉપયોગી થતાં સેનિટરી પેડ્સ અંગે જનજાગૃતિ લાવવાનો છે. અક્ષયની પત્ની ટ્વિન્કલ ખન્ના-ભાટિયાએ આ પેડમેન ચેલેન્જ શરૂ કરી છે. આ ચેલેન્જ અંતર્ગત વ્યક્તિએ હાથમાં સેનિટરી પેડ પકડીને પોતાની તસવીર સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવાની છે.
આલિયા ભટ્ટઃ જિમ્નેશિયમમાં કસરત કરતી વખતે હાથમાં પેડ બતાવી રહી છે.
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા