હેપ્પી બર્થડે કરીના…

0
1816
બોલીવૂડની સુંદર, જાજરમાન અભિનેત્રી કરીના કપૂર-ખાન આજે 21 સપ્ટેંબર, શુક્રવારે ઉજવી રહી છે એનો 38મો જન્મદિવસ. મુંબઈના નિવાસસ્થાને કરીનાએ એનાં પતિ સૈફ અલી ખાન, પિતા રણધીર કપૂર, માતા બબીતા, બહેન કરિશ્મા સહિત પરિવારજનોની સાથે ગઈ મધરાતની પાર્ટીમાં કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. કરીનાની ફિલ્મ આવી રહી છે ‘તખ્ત’. આ ફિલ્મમાં તે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ભૂમિ પેડણેકર, વિકી કૌશલ, જ્હાન્વી કપૂર, અનિલ કપૂર સાથે જોવા મળશે. 21 સપ્ટેંબર, 1980માં મુંબઈમાં જન્મેલી કરીનાને અભિનયની કળા વારસામાં મળી છે. એનાં પિતા રણધીર કપૂર જાણીતા અભિનેતા છે જ્યારે માતા બબીતા અને મોટી બહેન કરિશ્મા અભિનેત્રી છે. ઘરમાં જ ફિલ્મી વાતાવરણ રહેતું. કરીના અનેકવાર બહેનની સાથે ફિલ્મોનું શૂટિંગ જોવા જતી એને લીધે એને પણ અભિનયકળા તરફ આકર્ષણ થયું હતું. 2000માં ‘રેફ્યૂજી’ સાથે કરીનાએ બોલીવૂડમાં એન્ટ્રી કરી. એ ફિલ્મમાં એનો હિરો બનેલા અભિષેક બચ્ચનની પણ એ પહેલી જ ફિલ્મ હતી. કરીનાની ઉલ્લેખનીય ફિલ્મો છેઃ મુઝે કુછ કહના હૈ, અજનબી, કભી ખુશી કભી ગમ, મૈં પ્રેમ કી દીવાની, યુવા, ચમેલી, હલચલ, ઐતરાઝ, ઓમકારા, જબ વી મેટ, થ્રી ઈડિયટ્સ, બોડીગાર્ડ, બજરંગી ભાઈજાન વગેરે.

કરીનાની જૂની તસવીરોની ઝલક…

પિતા રણધીર, માતા બબીતા અને મોટી બહેન કરિશ્મા સાથે કરીના…દાદા રાજ કપૂર અને પિતરાઈ ભાઈ રણબીર સાથે…માતા બબીતા અને મોટી બહેન કરિશ્મા સાથે…સલમાન ખાન સાથે…