આજે છે ‘વિશ્વ ચકલી દિવસ’…

0
25066
ચીં… ચીં… ચીં… ‘વિશ્વ ચકલી દિવસે’ ચકલી પક્ષી વિનંતી કરે છે… અમને સંભાળજો હોં…
વેલેન્ટાઈન્સ ડે, રોઝ ડે, ચોકલેટ ડે જેવા અનેક દિવસો ઊજવનારાઓને માલૂમ થાય કે આજે ‘વિશ્વ ચકલી દિવસ’ છે. શહેરીકરણને કારણે ચકલી પક્ષીની જાતિ લુપ્ત થઈ રહી છે. માનવવસ્તી સાથે હળીમળી ગયેલું આ નાનકડું પંખી એના જીવન માટે ઝઝૂમી રહ્યું છે. આ પક્ષીનું અસ્તિત્વ ટકી રહે એ માટે એની પ્રત્યે જીવદયા બતાવીએ. વ્હાલી ચકલીઓને ચણ ખવડાવીએ, એમને માટે પીવાનાં પાણી વ્યવસ્થા કરીએ, એમને માળો બાંધવામાં કોઈક રીતે મદદરૂપ થઈએ.