અમદાવાદઃ તરસ છીપાવવાનો સેવાયજ્ઞ

અમદાવાદઃ દરેક ઋતુમાં સેવાભાવી માણસો દ્વારા લોક સેવાના અનેક પ્રયાસો થતા રહે છે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારી કે વાહનચાલકને રસ્તાપર જો એક ગ્લાસ પાણી મળી જાય તો અમૃત સમાન લાગે છે. પરંતુ વાસણામાં પાન નો ગલ્લો ચલાવતા સુમનભાઇ બારેમાસ 80 કરતાં વધારે પાણીના માટલા ભરી તરસ્યાઓની  તાપ અને ગરમીમાં લોકોની તરસ છીપાવા સતત પ્રયાસ કરતા રહે છે. 15 વર્ષ કરતાં વધારે સમયથી સુમનભાઇ એ આ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)