યુએઈના વિદેશ પ્રધાન અક્ષરધામ મંદિરની મુલાકાતે…

0
2316
સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના વિદેશ પ્રધાન નામદાર શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન હાલ ભારતના પ્રવાસે આવ્યા છે. એમણે 27 જૂન, બુધવારે નવી દિલ્હીમાં BAPS સંસ્થાના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન એમણે મંદિરની હસ્તકારીગરી તથા સ્થાપત્યકળા, પરંપરાગત ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી હતી. એમની સાથે યુએઈના ભારતસ્થિત રાજદૂત ડો. એહમદ અલબાન્ના પણ ઉપસ્થિત હતા.