શોભાયાત્રા સાથે ત્રિવેણી મહોત્સવનો પ્રારંભ

0
1994

જૂનાગઢઃ શહેરમાં આવેલા બીલનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિવેણી મહોત્સવનો વિશાળ શોભાયાત્રા સાથે મંગલ પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રામાં સાધુ સંતો કળશધારી કુમારીકાઓ, બેંડ વાજા તેમજ અબીલગુલાલની છોળો સાથે વાજતે ગાજતે ટીમબાવાડીથી શોભાયાત્રા બિલનાથ મંદિર પહોંચી હતી. જેમાં ગિરનાર મંડળના વરિષ્ઠ સંતો-મહંતો તેમજ અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા, ત્યાર બાદ બીલનાથ મંદિર ખાતે એક ધર્મ સભામાં અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કૈલાસાનંદજી, મહંત મુકતાનંદજી, મહંત તનસુખગીરી બાપુ સહિતના સંતોએ ધર્મસભામાં પોતાની વિશિષ્ઠ હાજરી આપી સંબોધન કર્યું હતું.