સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સંસ્કૃતોત્સવ યોજાયો

0
2091

અમદાવાદઃ સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આજે અમદાવાદ ખાતે ‘સંસ્કૃતોત્સવ ૨૦૧૮’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સહકાર અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.