સિદ્ધિવિનાયક મંદિર ટપાલ ટિકિટનું લોકાર્પણ…

મુંબઈના દાદર-પ્રભાદેવી સ્થિત સુપ્રસિદ્ધ ગણેશ મંદિર ‘શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર’ની ટપાલ ટિકિટનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારતીય ટપાલ વિભાગે માય સ્ટેમ્પ યોજના અંતર્ગત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના છાયાચિત્ર ધરાવતી ટપાલ ટિકિટ તૈયાર કરાવી છે. મંદિર ખાતે આયોજિત ટપાલટિકિટ લોકાર્પણ પ્રસંગે ફડણવીસ અને ઠાકરે ઉપરાંત મંદિર ન્યાસના અધ્યક્ષ આદેશ બાંદેકર, વિધાનસભ્ય સદા સરવણકર, વિધાનસભ્ય અનિલ પરબ, સંસદસભ્ય રાહુલ શેવાળે, રશ્મી ઉદ્ધવ ઠાકરે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ટપાલટિકિટ બહાર પાડવા બદલ ફડણવીસે ટપાલ વિભાગ તથા શ્રી સિદ્ધિવિનાયક ન્યાસ સંસ્થાને અભિનંદન આપ્યા હતા. એમણે કહ્યું કે શ્રી સિદ્ધિવિનાયક મુંબઈ તથા મહારાષ્ટ્રના આરાધ્ય દેવ હોવાથી એના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં આવે છે. હું સિદ્ધિવિનાયકના ચરણે પડી એમને પ્રાર્થના કરું છું કે તેઓ મહારાષ્ટ્રના તમામ સંકટ દૂર કરે.