જન્માષ્ટમી ૨૦૧૮: મુંબઈમાં મટકીફોડ ઉત્સવની મોજ…

0
1024
3 સપ્ટેંબર, સોમવારે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મુંબઈના દાદર (વેસ્ટ) વિસ્તારમાં અનેક સ્થળે વિવિધ મંડળો સાથે સંકળાયેલા ગોવિંદાઓએ ઊંચા (પણ કોર્ટના આદેશ મુજબ 20 ફૂટથી ઓછી ઊંચાઈના) માનવ પિરામીડ રચીને દહીહાંડી (મટકી) ફોડીને તહેવારની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. એક સ્થળે તમામ કન્યા-ગોવિંદાઓની બનેલી ટીમે પણ માનવ પિરામીડ રચીને મટકી ફોડી હતી. બહાદુર ગોવિંદાઓના કરતબ જોવા માટે રસ્તાઓ પર લોકોના ટોળા જામ્યા હતા અને આજુબાજુના મકાનોમાં પણ લોકો એમનાં ઘરની બાલ્કની, બારી કે મકાનોની અગાસી પરથી દ્રશ્યો નિહાળતા જોવા મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)