ગણપતિજીને ભાવભીની વિદાય…

0
1376
મુંબઈમાં લાખો ગણેશભક્તોએ 23 સપ્ટેંબર, રવિવારે ગણપતિ વિસર્જન નિમિત્તે સાર્વજનિક મંડળો તથા ઘરેલુ ગણેશોત્સવ નિમિત્તે સ્થાપન કરાયેલી ભગવાન ગણપતિજીની મૂર્તિઓનું દરિયા, તળાવ તથા સરોવરમાં વિસર્જન કર્યું હતું. સમગ્ર શહેરમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રસ્તાઓ પર શ્રદ્ધાળુઓ વિવિધ કદ, આકાર અને રંગ-રૂપ, સજાવટની ગણેશ મૂર્તિઓને સરઘસાકારે નાચતા-ગીત ગાતા, ‘ગણપતિ બાપા મોરયા-પુઢચ્યા વર્ષી લવકર યા’, ‘ગણપતિ બાપા મોરયા, અગલે બરસ તૂ જલદી આ’, ‘ગણપતિ ચાલલે ગાવાલા, ચૈન પડે ના આમ્હાલા’ નારા લગાવતા વિસર્જન સ્થળે લઈ જતા જોવા મળ્યા હતા. સુપ્રસિદ્ધ લાલબાગચા રાજા ગણપતિના સરઘસમાં માનવમહેરામણ ઉમટ્યો હતો.