પુત્રીનાં લગ્ન પૂર્વે અંબાણી બદ્રીનાથ-કેદારનાથની યાત્રાએ…

0
2220
દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી એમની પુત્રી ઈશાનાં લગ્નની કંકોત્રી ભેટ ધરવા માટે 5 નવેમ્બર, સોમવારે ઉત્તરાખંડ સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરે ગયા હતા. અંબાણી હેલિપેડથી લગભગ એક કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને બદ્રીનાથ મંદિરે ગયા હતા. હિમવર્ષાને કારણે રસ્તો લપસણો થઈ ગયો હતો. ઈશા અંબાણીનાં લગ્ન ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ સાથે 12 ડિસેમ્બરે નક્કી કરવામાં આવ્યા છે. મુકેશ અંબાણીની સાથે રિલાયન્સ ગ્રુપના અન્ય એક્ઝિક્યૂટિવ્સ પણ હતા. કેદારનાથ મંદિરમાં અંબાણીએ રૂ. 51 લાખની રકમ દાનમાં આપી હતી.