ઠાકોરજીને સવા લાખ કેરીનો મનોરથ ધરાવાયો

0
2396

અમદાવાદઃ સોલા વિસ્તારમાં આવેલા સોલા ભાગવત કૃષ્ણધામ મંદિરે ઠાકોરજીને સવા લાખ કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામમાં જેઠ મહિનામાં શ્રી ઠાકોરજીને સવા લાખ કેરી ફળ સ્વરૂપે ધરાવવામાં આવે છે. આ રીતે અનેક વૈષ્ણવ હવેલીઓમાં કેરીનો મનોરથ કરવામાં આવે છે. કેરીના મનોરથના દર્શનનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.