દશામાની મૂર્તિઓનું વિસર્જન…

0
1231
અમદાવાદમાં 21 ઓગસ્ટ, મંગળવારે દશામા ધાર્મિક ઉત્સવની પૂર્ણાહુતિએ શ્રદ્ધાળુઓ સાબરમતી નદીમાં શ્રી દશામાની મૂર્તિનું વિસર્જન કરતા જોવા મળ્યા હતા. શ્રાવણ માસમાં ઉજવાતો આ ઉત્સવ 12 ઓગસ્ટથી શરૂ થયો હતો.

શ્રી દશામાની મૂર્તિઓનાં વિસર્જન બાદ એક છોકરો સાબરમતી નદી કાંઠે ફરી ઉપયોગમાં આવી શકે એવી ચીજવસ્તુઓ શોધી રહ્યો છે.

સાબરમતી નદીમાં શ્રી દશામાની મૂર્તિઓનાં વિસર્જન બાદ અમુક છોકરાઓ ફરી ઉપયોગમાં આવી શકે એવી ચીજવસ્તુઓ શોધી રહ્યા છે.