બીએપીએસ દ્વારા લીલોછમ્મ સંદેશ!

0
4970
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (બીએપીએસ) સંસ્થાની ‘ઍન્યુઅલ ચૅરિટીઝ વૉક ગ્રીન 2018’માં નૉર્થ અમેરિકાના વિવિધ વયના પચીસ હજારથી વધુ ભારતીયોએ પોતાના પરિવારજનો સાથે ઉમળકાભેર ભાગ લીધો. અમેરિકાભરમાં 70 જેટલાં સેન્ટર્સમાં ‘બીએપીએસ ચૅરિટીઝ વૉક ગ્રીન’નું આયોજન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ‘ધ નેચર કન્ઝર્વન્સી’ને બીએપીએસ ચૅરિટીઝે કરેલા સપોર્ટથી ત્રણ લાખ વૃક્ષનાં રોપણ થયાં. આ વર્ષે ‘બીએપીએસ ચૅરિટીઝ વૉક ગ્રીન’ 130,000 વૃક્ષારોપણમાં સહાયરૂપ થશે.વસુંધરાને પ્રદૂષણથી મેલી થતી અટકાવવા આટલા મોટા પાયા પર કામ કરતી હોય એવી બીએપીએ કદાચ પહેલી ને એકમાત્ર આધ્યાત્મિક સંસ્થા હશે.