PM નેતન્યાહુનો રોડ શોમાં વિવિધ આકર્ષણો

ઈઝરાયલની પીએમ નેતન્યાહુ અને પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજ્યો હતો. રોડ શોના રૂટ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા 75 સ્ટેજ પર પર્ફોમન્સ રજૂ કરાયા હતા. નેતન્યાહુનું પીએમ મોદીએ ભવ્ય સ્વાગત કર્યા પછી બંધ કારમાં જ રોડ શો કર્યો હતો. એરપોર્ટથી ગાંધી આશ્રમના રોડની આજુબાજુ અમદાવાદના શહેરીજનો અભિવાદન માટે અને ઈઝરાયલના પીએમના સ્વાગત માટે ખુબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)