અમદાવાદઃ નવરાત્રિ પૂર્વેની રમઝટ…

0
1836

અમદાવાદ- નવરાત્રિ ભક્તિ અને આરાધનાની સાથે રાસગરબાના રસિકો માટેનો મોટો ઉત્સવ છે. ભાદરવા મહિનાના શ્રાધ્ધની શરુઆત થાય અને કેટલાક પાર્ટી પ્લોટ્સ, ડાન્સ ક્લાસીસ કે કલબો પાસે રાસગરબાની પ્રેકટિસ કરતા લોકોના અવાજો જરુર સંભળાય..હવે છેલ્લા કેટલાક વર્ષો થી  નાના મોટા શહેર-ગામોમાં સ્પેશ્યલ ગરબા શિખવાડતા  વરગોની સંખ્યા પણ વધતી જાય છે. આસો માસના આ પર્વ નવરાત્રિને  ગણતરીના  દિવસો જ બાકી છે ત્યારે ઠેર ઠેર યુવક-યુવતી ઓ સાથે ગરબાને ઉત્સાહ ભેર માણી શકાય એ માટેની તૈયારી ઓ શરુ થઇ ગઇ છે. નવરાત્રિ પૂર્વે પરંપરાગત પોષાકમાં અનેક સ્થળોએ રાસ-ગરબાની રમઝટ જોવા મળી રહી છે. પ્રસ્તુત તસવીરમાં  અમદાવાદ શહેરના જમાલપુર ફૂલબજાર રિવરફ્રન્ટ  પાસે ગરબાની રમઝટ બોલાવતું અનુજ (AJ) ગૃપ નજરે પડે છે.  

તસવીર અને અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ