બિઝનેસ…

 

શેરબજારની સાપસીડી

2018નું વર્ષ શેરબજારમાં ઐતિહાસિક તેજીનું રહ્યું, સેન્સેક્સે 38,989.65 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી અને ત્યાંથી ઘટી 32,483.84 થયો હતો. તેવી જ રીતે નિફટી ઈન્ડેક્સે 11,760.20 ઑલ ટાઈમ હાઈની સપાટી બનાવી હતી, અને ત્યાંથી તૂટી 9951.90 થયો હતો.


 

રુપિયાની ગડમથલ

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ઝડપી તૂટી 74.48 થયો હતો, જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી હતી. વર્ષ દરમિયાન રૂપિયો 63.24ના મથાળે મજબૂત પણ હતો.


 GDPની આશાનિરાશા

2017માં જીડીપી ગ્રોથ 6.7 ટકા હતો, જે 2018ના પ્રથમ ત્રિમાસિકગાળામાં 7.5 ટકા અને બીજા ત્રિમાસિકગાળામાં 8.2 ટકા જ્યારે ત્રીજા કવાર્ટરમાં ઘટીને 7.1 ટકા આવ્યો હતો. ગ્રાહકોની ડિમાન્ડ ઘટતા અને ઓઈલના ભાવ વધીને આવતાં જીડીપી ઘટીને આવ્યો છે.


ઈ-વે બિલની નવી વ્યવસ્થા અમલમાં આવી

ટ્રાન્સપોર્ટ વ્યાપારમાં એક મહત્ત્વના કદમ તરીકે ઈ વે બિલ સીસ્ટમ દેશભરમાં લાગુ પાડવામાં આવી.. એક રાજ્યથી બીજા રાજ્યમાં રૂ .50,000 થી વધુના માલના પરિવહન માટે 1 એપ્રિલથી ઇલેક્ટ્રોનિક-વે અથવા ઇ-વે બિલ સિસ્ટમ શરૂ કરી હતી. રાજ્યોની આ સીસ્ટમ અંદર 15 એપ્રિલે રજૂ કરવામાં આવી હતી. જોકે શરુઆતે ઈ વે બિલ જનરેટ કરવાને લઈને સર્જાયેલી સમસ્યાઓ બાદ ગુજરાતથી લઈ ઓલમોસ્ટ દેશભરમાં ઈ વે બિલ સીસ્ટમ લાગુ પડી શકી હતી..આ પગલાંથી રોકડમાં થતાં વહેવાર ઘટાડીને વધુ સ્રવિસ સેક્ટર ટેક્સ નેટમાં લાવવામાં અને મોટી કરચોરી પકડવામાં સરળતા થઈ છે, જેથી ટેક્સ કલેક્શનના આંકડામાં મોટો ઉછાળ જોવા મળ્યો છે..હવે ઈન્ટર સ્ટેટ ઈ વે બિલમાં  50,000થી વધુની કિમતના માલની આવનજાવન થાય તો વેપારીઓ ફરજિયાતપણે ઈ વે બિલનો ઉપયોગ કરવો પડે છે.  


રોકાણ માટે સોનું રહ્યું ‘ઓલટાઈમ’ ફેવરિટ

2018ના વર્ષમાં સોનાનો ભાવ મુંબઈમાં ઘટીને રૂપિયા 29,070 થયો હતો, અને વધીને રૂપિયા 32,278 થયો હતો. ભારતનું બુલિયન બજાર વિશ્વમાં સોનાની ખરીદીમાં સૌથી હોટફેવરિટ રહ્યું છે. ભારત તથા ચીનની સોનાની માગ ખૂબ વધુ હોવાથી વિશ્વના ઉત્પાદનના કુલ ઉત્પાદનમાંથી બે તૃતીયાંશ સોનું માત્ર આ દેશોમાં જ સોનાનો વપરાશ કરે છે. તો 2018ના વર્ષમાં ચાંદીનો ભાવ એમસીએક્સમાં વધીને રૂપિયા 47,657 અને ઘટીને રુપિયા 34,199 થયો હતો. સોનાની જેમ જ ચાંદી પણ રોકાણકારોએ પસંદગીનું ઇન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું. ચીન વિશ્વને ૭૦ ટકા જેટલી સૌર પેનલો પુરી પાડે છે અને તેની ચાંદીની માગ વધતા ચાંદીના ભાવ પર તેની અસર પડશે. જોકે ચાંદીનું ઉત્પાદન પૂરવઠો પુરો પાડતું હોવાથી ચાંદીના ભાવોમાં મોટો સુધારો આવે તેવી શક્યતા ઓછી છે.


 

ક્રૂડની કટકટે ચિંતા કરાવી

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધીને 74 ડૉલરની સપાટી વટાવી ગયો હતો, ત્યાંથી ઘટી 49 ડૉલર થયું હતું. (ક્રૂડનો રસપ્રદ ઈતિહાસ જોઈએ તો 2008ના જુલાઈમાં ક્રૂડ ઓઈલ 145.31 ડૉલર થયું હતું અને 1946 ફેબ્રુઆરીમાં 1.17 ડૉલર થયું હતું)


RBI v/s કેન્દ્રઃ ઊર્જિત પટેલનું રાજીનામું

આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક વિવાદો ઉભા થયાં. આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું, અને નવા ગવર્નરપદે શક્તિકાંત દાસ નીમાયા. શક્તિકાંત દાસના ભણતર વિશેની સોશિઅલ મીડિયાની ધમાલે અનેક સવાલો ખડા કર્યાં હતાં. સરકારથી નારાજ થયેલા ઊર્જિત પટેલના રાજીનામાએ દેશની ઇકોનોમીમાં બધું ઠીકઠાક ચાલી રહ્યું નથી તેવો ઈશારો પણ આપ્યો હતો.


નીરવ મોદી અને મેહુલ ચોકસીનું 14,000 કરોડનું કૌભાંડ

પંજાબ નેશનલ બેંકમાં 14,000 કરોડનું કૌભાંડ આચરીને નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડીને ભાગી ગયા, ઈડીએ કડક કાર્યવાહી કરી અને નિરવ મોદીની હોંગકોંગ સ્થિત તમામ સંપત્તિ જપ્ત કરી છે. નીરવ મોદીએ તેના મામા મેહુલ ચોકસી સાથે મળીને કુલ રૂપિયા 14,000 કરોડનું કૌભાંડ કર્યું છે. આ ઘટના જેવી સામે આવી તે પરિવાર સાથે દેશ છોડીને ફરાર થઈ ગયાં હતાં. નીરવ મોદીની રૂપિયા 4,744 કરોડની સંપત્તિ અને વસ્તુઓ જપ્ત કરાઈ છે. અલગ અલગ જગ્યાએ થઈને કુલ રૂપિયા 637 કરોડની સંપત્તિ જપ્ત થઈ છે. 


ચંદા કોચરની પતિની કંપનીને લોન આપવામાં લાગવગ

નાણાકીય વ્યવહારોમાં ભ્રષ્ટાચારના કિસ્સામાં આઈસીઆઈસીઆઈ બેંક ફસાઈ ગઈ, અને પારિવારિક ઈતિહાસના સંબંધમાં વિડીયોકોન ગ્રુપને લોન આપવાની બેંકના સીઈઓ ચંદા કોચર પર આરોપ છે, તે મામલે ચંદા કોચરને રજા પર ઉતારી દેવામાં આવ્યાં હતાં. 


વિજય માલ્યા 2019માં ભારત લવાશે

ભારતીય બેંકો પાસેથી રૂપિયા 9,000 કરોડથી વધુ રકમની લોન લઈને ફરાર થનાર વિજય માલ્યા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો છે. મુંબઈની સ્પેશ્યિલ કોર્ટે માલ્યાને ભાગેડુ જાહેર કર્યો છે. ફેબ્રુઆરી 2017માં ભારતે યુકે સરકાર પાસેથી માલ્યાના પ્રત્યાપર્ણની મંજૂરી માંગી હતી, જેને લંડનની કોર્ટે મંજૂરી આપી દીધી છે, હવે વિજય માલ્યા 2019માં ભારત આવે તેવી શકયતા છે. વિજય માલ્યાની માલિકીની કિંગફિશર એરલાઈન્સ પર 17 બેંકોનું 6,963 કરોડ રૂપિયાનું દેવું છે. જે વ્યાજ સાથે રૂપિયા 9,400 કરોડથી વધુ થાય છે. આરોપ એવો પણ છે કે વિજય માલ્યાએ કિંગફિશર એરલાઈન્સે આઈડીબીઆઈ પાસેથી મળેલ 900 કરોડની રૂપિયાની લોનમાંથી રૂપિયા 254 કરોડ અંગત કામ માટે વાપર્યા હતા. આ કિંગફિશર એરલાઈન્સ 2012માં બંધ કરી દેવામાં આવી હતી, અને 2014માં તેની ફલાઈંગ પરમીટ પણ રદ કરી દેવામાં આવી છે.


IL & FS નું અધધધ દેવું,પેમેન્ટ ચૂકવણીમાં નિષ્ફળ

ઈન્ફ્રાસ્ટ્રકચર અને ફાઈનાન્સનું કામ કરતી IL & FS કંપનીનું રૂપિયા 90,000 કરોડનું દેવું બહાર આવ્યું છે. પેમેન્ટ ચૂકવણીમાં નિષ્ફળ જતાં તેના શેરના ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો. આઈએલ એન્ડ એફએસ કંપની મોટાભાગના સરકારી અને જાહેર સાહસોના પ્રોજેક્ટમાં કામ કરે છે, અને નાણાં પૂરા પાડે છે. આઈએલ એન્ડ એફએસમાં એલઆઈસીનું 25 ટકા, ઓરિક્સનું 12 ટકા, એચડીએફસીનું 9 ટકા, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ કંપનીનું 12 ટકા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું 7 ટકા અને એસબીઆઈનું 6 ટકા રોકાણ છે. આ કંપનીમાં નાણાં રોકનારના નાણાં પરત ચૂકવવામાં કંપની નિષ્ફળ ગઈ છે. જેથી તેના ડિફોલ્ટ થવાની વિગતો બહાર આવી હતી. હાલ ઉદય કોટકની વરણી થઈ અને તેમના નેતૃત્વમાં ટીમ તેને ઉગારી લેવા પ્રયત્નો કરી રહી છે.


રોટોમેકઃ લિખતે લિખતે..ક્યા સે ક્યા હો ગયા!

રોટોમેક સ્ટેશનરી અને પેન કંપનીના માલિક વિક્રમ કોઠારીના કૌભાંડનો પર્દાફાશ થયો. વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલે સાત બેંકો પાસેથી 2600 કરોડની લોન લીધી અને વ્યાજ ચૂકવવામાં પણ નિષ્ફળ ગયા પછી વિગતો બહાર આવી, 2008ની સાલથી પેમેન્ટ ચુકવણીમાં ઠાગાઠૈયા કરતાં  હતા, ઈડીએ તેમનું કૌભાંડ પકડ્યું, તે વિદેશ ભાગી ન જાય તે માટે ઝડપી કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી.


ટ્રેડવૉરે વૈશ્વિક વ્યાપારને હચમચાવ્યો

અમેરિકા અને ચીન વચ્ચે સર્જાયેલા ટ્રેડવૉરથી દેશ અને દુનિયાના માર્કેટમાં ભારે હલચલ મચી ગઈ હતી. દુનિયાની ઈકોનોમીમાં સ્લો ડાઉનના ભણકારા વાગી રહ્યાં છે. અમેરિકાએ સૌપહેલાં ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર આકરી ડયૂટી લાદી હતી, તેના જવાબમાં ચીને પણ આક્રમક વલણ અપનાવીને અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ડયૂટી લાદી, આમ મોટાભાગની વસ્તુઓ પર ડ્યૂટી લાદી, જેથી બન્ને દેશો વચ્ચેનો વેપાર અટકી ગયો તેવો માહોલ સર્જાયો. જેને કારણે એશિયાના સ્ટોક માર્કેટ પણ તૂટ્યાં હતાં. અંતે અમેરિકાને તેની ભૂલ સમજાઈ હતી, અને ચીન સાથે વાટાઘાટો શરૂ કરી હતી.


ઈન્દ્રા નૂયીનું રાજીનામું

પેપ્સીકોના સીઈઓ ઈન્દ્રા નૂયીએ રાજીનામું આપ્યું, અમેરિકાની જાયન્ટ ફૂડ એન્ડ બેવરેજીસ કંપનીના પ્રથમ મહિલા સીઈઓ તરીકે 2006થી સતત 11 વર્ષ કમાન સંભાળી હતી.ઈન્દ્રા નૂયી વિશ્વના બીજા ક્રમના શક્તિશાળી મહિલા જાહેર થયા હતા. તેમણે 2018માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.


GSTની હાડમારી પછી હવે તે વધુ સરળ બનશે

જીએસટીથી વેપારીઓ અને બિઝનેસમેનોને હાડમારી વધી છે, તેનું પ્રતિબિંધ સરકારને પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યું હતું, જે પછી કેન્દ્ર સરકાર સફાળી જાગી અને 28 ટકાના સ્લેબમાં જે વસ્તુઓ હતી, તેને 18 ટકામાં લઈ લીધી અને જીએસટીનું વધુ સરળ કરવાનું વચન આપ્યું. તેમજ છેલ્લેછેલ્લે નાણાપ્રધાને કહી દીધું કે 12 અને 18 ટકાના સ્લેબ એક કરીને એક જ સ્લેબ 15 ટકા કરાશે. 28 ટકાનો સ્લેબમાં માત્ર લક્ઝયુરિયસ આઈટમ જ રહેશે. હવે 2019માં સરકાર જીએસટીને વધુ સરળ બનાવીને વધુ આવક થાય તેવું આયોજન કરી રહી છે.


httpss://youtu.be/3qVTCZV1mOM

httpss://youtu.be/p3U55AYSlU4