15 વર્ષનો અભિકઃ દેશી સર્ચ એન્જિન ‘ઓરિગૉન’નો પ્રણેતા

નલાઇન કશું શોધવા માટેનો વિચાર આવે એ સાથે જ ગૂગલ સૌ માટે હાથવગું સાધન છે. સૌ સવાલોનો જવાબ આપતું વિદેશી કંપની ગૂગલનું સર્ચ એન્જિન એટલું બધું લોકપ્રિય છે કે ઉપયોગી માહિતીથી લઇ અવનવી શોધખોળ માટેની સામાન્ય વાતચીતમાં કંઇ શોધવાને માટે ગૂગલિંગ શબ્દ શબ્દકોશોમાં સામેલ થઇ ગયો છે.

પણ શું તમને એ વાતનો ખ્યાલ છે કે આપણું પોતાનું સ્વદેશી, ભારતીય સર્ચ એન્જિન પણ છે જે તમને ગૂગલની જેમ જ સર્ચ કરી આપે છે? ‘Origgon’ નામનું આ સોશિઅલ સર્ચ એન્જિન સર્ચ રીવ્યૂઝ અને ભલામણ પણ મોકલે છે જેમણે પણ એ વિશે સોશિઅલ સર્ચ લગાવી હોય જેની તમે લગાવી હોય.દુનિયાના સૌપ્રથમ સોશિઅલ સર્ચ તરીકે ઓળખાતાં ‘Origgon માં એ ટોપ રીઝલ્ટ પણ દેખાય છે. આ સર્ચ એન્જિન વિશ્વની સૌપ્રથમ સામાજિક શોધ એંજિન તરીકે ઉભરી છે. આ વિશિષ્ટ શોધ એંજિન ઓપ્ટિમાઇઝેશન –એસઇઓ- ફોર્મેટને સમાવિષ્ટ કરવાને બદલે દુનિયાભરના લોકો દ્વારા ભલામણ કરેલા ટોચના પરિણામોને બતાવે છે જે જાહેરાતો દ્વારા ટોચની સાઇટ્સને પસંદ કરે છે. એટલે કે આધારભૂત માહિતી તમારા સુધી પહોંચાડે છે.‘Origgon માં સર્ચ લગાવતાં સ્પામ અને અસંબદ્ધ રીઝલ્ટથી બચી શકો છો એ નફામાં.

આવા યુનિક સર્ચ એન્જિનને બનાવવાનું પરાક્રમ કોણે કર્યું છે એ જાણશો તો અચંબામાં પડી શકો છો…એ બાળકનું નામ છે અભિક સાહા…હા, તે છે 15 વર્ષીય ટીનેજર અભિક સાહા. કોલકાતાનો વતની એ આ કિશોર આજકાલ ચર્ચામાં છે.દુનિયામાં જ્યારે આ સર્ચ એન્જિનની જાણ થઇ ત્યારે વધુ આશ્ચર્યની અવધિ આવી કે જ્યારે જાણવામાં આવ્યું કે આવું ઘનિષ્ઠ શોધ કરી આપતુ  સર્ચ એન્જિન અને વેબસાઇટ એ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે જેણે હજુ દસમું ધોરણ પાસ કર્યું છે!પશ્ચિમ બંગાળના ચાલસા ટાઉનમાં રહેનારા અભિક સાહા માટે કોમ્પ્યૂટર અને પ્રોગ્રામિંગ ડાબા હાથનો ખેલ છે. તેના નામે પહેલેથી 8 મોબાઇલ એપ્લિકેશન પણ બોલે છે. અભિક વેબસાઇટ બનાવવાથી લઇ કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ અને તેની લેગ્વેજીસ વિષે નિઃશુલ્ક વિડીયો ટ્યૂટોરિયલ્સની સેવા પણ આપે છે. કમ્પ્યૂટર પ્રોગ્રામિંગના ક્ષેત્રમાં અભિકનો પ્રવેશ એક સ્વતઃ રસપ્રદ કથા પણ છે.

અભિક જ્યારે 11 વર્ષનો હતો ત્યારે શાળામાં અભ્યાસ દરમિયાન વેબ ડિઝાઇનના ભણતરમાં પ્રવેશ કર્યો હતો જે તેને માટે હવે મધમાખી અને મધપૂડાના સંબંધ જેવી બની રહી છે. મઝાની વાત છે આ વિષયની પરીક્ષામાં અભિક નાપાસ થયો હતો. તેના ક્લાસમાંથી નાપાસ થનાર તે એકમાત્ર વિદ્યાર્થી હતો જે ક્મ્પયૂટર સાયન્સ યુનિટ ટેસ્ટમાં નાપાસ થયો હતો. આ પરિણામે અભિકના ચિત્તતંત્રને હચમચાવી મૂક્યું હતું અને તે પછી તેણે કરેલી મહેનતે નવો ઇતિહાસ રચી દીધો છે.

અભિકે હવે જે પ્રયત્ન શરુ કર્યો તેમાં પછી પાછળ વળીને જોવાપણું રહ્યું ન હતું. તેણે કમ્પ્યૂટર્સ અને વેબ ડિઝાઇનને લગતું બધું જ શીખવાનો નિર્ધાર કર્યો. સાયબર વર્લ્ડ પ્રોગ્રામિંગના દરેક અગત્યના પાસાં શીખવામાં કંઇક અલગ રહેવાનું તેણે પસંદ કર્યું હતું. સીપ્લસપ્લસ શીખવા સુધી તેને ઘણો કંટાળો આવતો હતો પણ એ કંટાળો ત્યાં સુધી જ રહ્યો, જ્યાં સુધી તે એક સોફ્ટવેર ડેવલપરને મળ્યો ન હતો. એ સોફ્ટવેર ડેવલપર, હવે તેની કંપનીમાં ભાગીદાર છે તેણે અભિકને Os અને 1s ની દુનિયામાં કંઇપણ સર્જન કરવાના શક્તિ-સામર્થ્ય આપ્યાં છે.આ શીખવામાં લોજિકલ રીઝનિંગમાં ઘણો સંઘર્ષ અનુભવ્યો પણ ઊગીને ઊભા થઇ રહેલાં આ ટીનેજરના મગજમાં શીખવાનો દ્રઢ નિર્ધાર અને રસ- આ બે તત્વોએ પ્રોગ્રામિંગનું શિક્ષણ હારીને છોડી દેવાથી અટકાવ્યો હતો. અભિક કહે છે, ‘ 2014-15ના અરસામાં મારા જીવનમાં કેટલીક અણધારી ગતિ આવી જેનાથી પ્રોગ્રામિંગ કૌશલ્ય અને તેને જોવાના મારા દ્રષ્ટિકોણને નવો નજરીયો કેળવાયો હતો. તેના કારણે જ આજે હું જે છું તે છું. તે સમયની સમસ્યાઓને ઉકેલવા માટે મેં જે પદ્ધતિનો ઉપયોગ કર્યો તેનાથી એકેએક સમસ્યાનું નિરાકરણ લાવવામાં મને સફળ બનાવ્યો.

ટીનેજમાં પ્રવેશી રહેલા અભિકે ઇન્ટરનેટના મહાસાગરમાં ગોથાં મારવા માડ્યાં  અને ઓનલાઇન ટ્યૂટોરિયલ શીખવા માંડ્યા. એન્ટિવાયરસ ફાયરવૉલ સીસ્ટમ્સ અને વેબસાઇટ બ્લોકિંગ સીસ્ટમ્સ જેવા મૂળભૂત સોફ્ટવેર વિકસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. બધું સરળ નથી હોતું અને અણધારી આફત આવી શકે છે તેવો બોધપાઠ અભિકને આવા શીખવાના પ્રાથમિક અભ્યાસ દરમિયાન મળી ગયો હતો. અભિકે તેના સ્કૂલની કમ્પ્યૂટર લેબોરેટરીમાં તેણે બનાવેલા એન્ટિવાયરસ ક્લિઅર 7નો ઉપયોગ કર્યો ત્યારે એકસાથે 19 કમ્પ્યૂટર ક્રેશ થઇ જવાની આપત્તિ સર્જાઇ ગઇ હતી. આ ઘટનામાં તેના સહાધ્યાયીઓ અને સ્ટાફે તેને નિરુત્સાહ કરનાર વચનો સંભળાવ્યાં પણ અભિક તેનો પ્રયત્ન કરતો જ રહ્યો, બલકે વધુ સઘન પ્રયત્ન કરવા લાગ્યો.

અભિકનો 13મો બર્થ ડે આવ્યો ત્યારે તેના પિતા આલોક સાહાએ તેને ગિફ્ટમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન આપ્યો. જેણે અભિકને વિઝકિડ બનાવવામાં પાયાનું કામ કર્યું. એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર પ્રયોગો કરતાં વિવિધ મોબાઇલ એપ્લિકેશન્સ બનાવવાની શરૂઆત કરી અને ટૂંક સમયમાં એક રજિસ્ટર્ડ આઇટી કંપનીને એકસાથે મૂકી દીધી જે સૉફ્ટવેર અને વેબસાઇટ બિલ્ડિંગ સોલ્યુશન્સ સાથે ક્લાયન્ટ આપે છે.

ઓરિગૉન બનાવવાનો મૂળ વિચાર અભિકને ત્યારે આવ્યો જ્યારે તે પ્રોગ્રામિંગની ભાષા લિનોમાં કામ કરી રહ્યો હતો. ઇન્ટરનેટ સર્ચમાં જોતી વખતે સ્પામની સંખ્યા અને વણજોઇતી લિન્ક્સની મોટી સંખ્યા જોઇ તેને અકળામણ થતી હતી. કારણ કે તેમાં તેનો કીમતી સમય વ્યય થતો હતો. અભિકના મનમાં હેતુ બંધાયો કે એવું શોધ મશીન બનાવું જે સ્પામ અને વણજોઇતી સામગ્રી ઘટાડે તેમ જ નાની નાની વેબસાઇટ પરથી પણ સારી સામગ્રી લઇ લે. હ્યુમન રેન્કિંગ સિગ્નલ્સનો સમાવેશ કરી સોશિઅલ નેટવર્કિંગ સાઇટના ફંકશન શેરિંગ અને ઉપયોગી માહિતીઓની શોધ જેટલી વધુ થઇ રહી છે તે જોઇને ઓરિગૉન  બનાવવાનો ક્યૂ લીધો અને તેવા પ્રયત્નરુપે જ ઓરિગૉન બની ગયું.ઓરિગૉન ગયા વર્ષમાં શરુઆતમાં C# માં બનાવવામાં આવ્યું હતું. તેના વપરાશ દરમિયાન મળતી ખામીઓ અને અન્ય ડેવલપર્સની સલાહો લઇને તેની વેબસાઇટ એક વ્યાપક સુધારણામાંથી પસાર થતી ગઇ. દરમિયાનમાં અભિકે સોશિઅલ મીડિયા પર લોકોને ઓરિગૉનનો ભાગ બનવા આમંત્રિત કર્યાં જેથી ઓરિગૉનમાં રોકાણકર્તાઓનો ભાગ લેવાનો ખ્યાલ વાસ્તવિકતામાં પલટાય. આ વર્ષના ફેબ્રુઆરીમાં તેને એવી વ્યક્તિ મળી ગઇ જેણે સ્વૈચ્છિકપણે તેના ઓરિગૉનમાં રોકાણ કર્યું. અને અભિક તેના દસમા ધોરણની પરીક્ષા આપ્યાં પછી મુંબઇ આવી ગયો અને 15 ઓગસ્ટે ઓરિગૉન-ઇન્ડિયાઝ ફર્સ્ટ સોશિઅલ સર્ચ એન્જિનનો શુભારંભ કરી દીધો. આવી મોટી ઘટનાને આકાર આપવા માટે પંદરમી ઓગસ્ટથી વધુ સારો દિવસ બીજો કયો દિવસ હોઇ શકે? હવે અભિક સાથે હર્ષિત જૈન વેબ ડેવલપર અને ફાઇનાન્સિઅલ અને માર્કેટિંહ હેડ તરીકે કામ કરે છે જે તેના બોર્ડ ઓફ એડવાઇઝર પણ છે.

અભિકના માતા શેફાલી જે જરુરિયાતમંદ બાળકોને ભણાવે છે તેમનાંથી ખૂબ પ્રભાવિત છે. તેમની પ્રેરણાથી અભિક અત્યારથી જ સામાજિક જવાબદારી નીભાવવાના પ્રયત્નોમાં પોતાનો ફાળો આપતો થઇ ગયો છે. ઓરિગૉન જ્યારે જ્યારે 5000 હિટ મેળતું જાય તેમ 10 કિલો ઘઉંનું દાન તે એનજીઓને આપે છે અને વ્યક્તિગત ધ્યાન આપીને જરુરતમંદના હાથમાં જાય તેનું પણ ધ્યાન રાખે છે. આ નાનકડો પ્રયત્ન  સમાજને પાછું કઇંક આપવાની સમજ વિકસાવી રહ્યો છે.

ધીમેધીમે ઓરિગૉન એક કાર્યક્ષમ શોધ એન્જિન તરીકે પ્રસ્થાપિત થઇ ગૌરવથી તેના મેક-ઈન-ઇન્ડિયા બેજને સન્માનીય સ્થાનમાં લઇ આવ્યું છે અને તેની પહોંચ વધુને વધુ આગળ વધારવા લાગ્યું છે.

અભિકે લક્ષ્ય રાખ્યું છે કે ઓરિગૉન ગૂગલ જેવી લોકપ્રિયતા હાંસલ કરવાના હેતુ સાથે દેશનું ટોચનું સર્ચ એન્જિન બને અને એકના એક દિવસે એક દિવસમાં 10 મિલિયન હિટ સુધી પહોંચી જાય. બેસ્ટ ઑફ લક અભિક…