આ સમયે સ્કિનનું રાખો ખાસ ધ્યાન

ર્ભાવસ્થા સમયે મહિલાઓએ અનેક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. હોર્મોન્સમાં થતા ફેરફારનાં કારણે મહિલાઓની સ્કિનમાં ઘણા બદલાવ આવે છે. આવા સમયે સ્કિનનું ચોક્કસ ધ્યાન રાખવુ પડતુ હોય છે. પ્રેગનેન્સી દરમિયાન કઇ બ્યુટી પ્રોડક્ટ વાપરવી એ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પ્રેગનેન્સી વખતે કોઇ પણ બ્યુટી પ્રોડક્ટ વાપરતા વખતે ડર લાગે છે. ત્યારે એવી કેટલીક બાબતો છે કે જ્યારે હોર્મોનલ ચેન્જના કારણે ત્વચામાં બદલાવ આવે છે તેની કઇ રીતે સારસંભાળ લેવી.

પ્રેગનેન્સી સમયે સ્કિનમાં ઘણા ફેરફાર થાય છે. તમારી સ્કિન પર ડાર્ક કલરના ડાઘા પડી જાય છે. આવા ડાઘા તમારા ગાલ, માથા પર અને નાક પર વધુ દેખાય છે. આ ડાઘા તડકામાં વધુ દેખાય છે જેને પિગ્મેન્ટેશન પણ કહેવાય છે. આ ડાઘાને હટાવવા માટે તમે કંઇ નથી કરી શકતા. જો કે મોટા ભાગની મહિલાઓને આ પ્રકારના ડાઘા જોવા મળે છે જે પ્રેગનેન્સી પછી જતા રહે છે. કોઇને એવુ પણ બને છે કે એ ડાઘા એમના એમ જ રહે છે. આવુ ન થાય એ માટે પ્રેગનેન્ટ મહિલાઓએ તડકામાં જવાનું ટાળવુ જોઇએ. અથવા તો જ્યારે પણ તડકામાં ઘરની બહાર નીકળે ત્યારે સનસ્ક્રીન લોશન લગાડીને જ બહાર નીકળવુ જોઇએ. બને ત્યાં સુધી કેપ અથા તો દુપટ્ટો બાંધીને અને ગોગલ્સ પહેરીને જ બહાર નીકળવુ જોઇએ. સ્કિનના ડાર્ક સ્પોટ છે એને છુપાવવા એવુ જરૂરી નથી પરંતુ જો તમારે એને છુપાવવા જ હોય તો કન્સીલર ક્રીમ અને કોમ્પેક્ટ પાઉડરથી પણ છુપાવી શકો છો.

હોર્મોન્સમાં ચેન્જનાં કારણે એવુ પણ બને છે કે સ્કિન ટાઇપ બદલાય જાય છે. જો તમારી સ્કિન ઓઇલી હોય તો ઓઇલની ગ્રંથિ પહેલા કરતા વધુ એક્ટિવ થઇ જાય છે. જેના લીધે તમારો ફેસ વધુ ઓઇલી લાગવા લાગશે અને એના લીધે ચહેરા પર પિમ્પલ્સ થઇ જાય છે. જો તમને પહેલેથી જ પિમ્પલ્સ હોય તો પ્રેગનેન્સી વખતે એ ખૂબ ઇરિટેટ કરે છે. આવુ ન થાય એ માટે તમારે ફેસને થોડી થોડી વારે ઠંડા પાણીથી ધોવો જોઇએ. પિમ્પલ્સને દૂર કરવા માટે બજારમાં જે ક્રીમ મળે છે એ વાપરવાનું ટાળવુ જોઇએ. કારણ કે એમાં વપરાતા કેમિકલ પ્રેગનેન્ટ વુમનને નુક્સાન કરે છે. સ્કિનને ઓઇલ ફ્રી કરવા માટે ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર વાપરવુ જોઇએ. પ્રેગનેન્સી વખતે જેમ ઓઇલી સ્કિન થાય છે એમ ઘણીવાર ડ્રાય સ્કિન પણ થઇ જાય છે. ત્યારે ડ્રાય સ્કિન માટે ફેસવોશ આવે છે એ જ વાપરવુ જોઇએ. પેટની સ્કિન પર ક્યારેક ખંજવાળ આવે છે અને ક્યારેક સ્કિન ડ્રાય પણ થઇ જાય છે તો આવા સમયે પેટ પર એલોવેરા જેલ લગાવી શકાય. ખંજવાળથી રાહત મેળવવા માટે એન્ટિ ઇચિંગ ક્રીમ અથવા તો લોશન લગાવી શકો છો. સ્કિન ડ્રય ન થઇ જાય એ માટે પ્રેગનેન્ટ વુમને પાણી વધુ માત્રામાં પીવુ જોઇએ. આનાથી સ્કિન હાઇડ્રેટ થાય છેે. ફ્રૂટ જ્યુસ પીવાથી પણ એનર્જી મળી રહે છે અને ચહેરા પર ગ્લો પણ આવે છે. પ્રેગનેન્સી વખતે તમે સારી ક્વોલિટીનું ફેશિયલ, ક્લિનઅપ, મેનિક્યોર, પેડીક્યોર પણ કરાવી શકો છો.

સ્કિનનો ખ્યાલ રાખવા માટે ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો. ફેસ પર બદામનું તેલ અથવા દૂધ અથવા મલાઇ પણ લગાવી શકો છો. હોઠને સોફ્ટ કરવા માટે નાળિયેર તેલ અથવા દૂધની મલાઇ લગાવવી. પ્રેગનેન્સી વખતે થતા સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે વિટામિન-ઇ ઓઇલ લગાવી શકાય છે. આ સિવાય જે કાળા ડાઘા થાય છે એટલે કે પિગ્મેન્ટેશનને દૂર કરવા માટે સ્કિન પર રોજ કાચુ પપૈયુ ઘસવુ. કોસ્મેટિકનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો. પ્રેગનેન્સી વખતે સ્ટ્રેટનિંગ કે કલરિંગ બિલકુલ ન કરાવવુ કારણ કે એ વાળને નુક્સાન પહોંચાડી શકે છે.