વેક્સઃ આટલું ધ્યાન રાખવું ખૂબ જરુરી

યુવતીઓ હાથપગની રૂંવાટી દૂર કરવા માટે વેક્સિંગ કરવતી હોય છે. આમ તો વેક્સિંગ માટે બજારમાં ઘણી બધી અન્ય ટેક્નિક પણ ઉપલબ્ધ છે. પરંતુ આ તમામમાં વેક્સ સૌથી બેસ્ટ અને વધુ ઉપયોગમાં લેવાતી ટેક્નિક છે. વેક્સિંગ એ સ્ત્રીઓને બ્યુટીપાર્લરના ફેરા કરાવવા માટે મજબૂર કરી દીધી છે. વેક્સિંગ એ કોઇ લક્ઝરી નહી પરંતુ સ્ત્રીની જરૂરિયાત બની ગઇ છે. સ્ત્રીઓ દર મહિને વેક્સિંગ માટે પાર્લરની એકવાર તો મુલાકાત લે જ છે. તમને જાણીને નવાઇ લાગશે કે વેક્સિંગ હવે માત્ર સ્ત્રીઓ જ કરાવતી હોય એવુ નથી પુરુષો પણ વેક્સ કરાવે છે. વેક્સિંગ એ સ્ત્રીઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મસ્ટ બ્યુટી ટ્રીટમેન્ટ બની ગઇ છે.અણગમતા વાળને દૂર કરવા માટે સ્ત્રીઓ બ્યુટી પાર્લરનો સહારો લે છે પરંતુ વેક્સ કરાવતા પહેલા અમુક બાબતો છે જે ધ્યાનમાં રાખવી જોઇએ. કારણ કે કેટલીક વખત એવુ બને છે કે વેક્સ કરાવ્યા પછી સ્કીન પર નાની નાની ફોલ્લી થઇ જતી હોય છે. કોઇવાર રેસિસની સમસ્યા પણ થાય છે, તો કોઇવાર કાળા ડાઘ પડી જતા હોય છે. કેટલીકવાર એવુ બને છે આવી સમસ્યા થોડી જ મિનીટોમાં દૂર થઇ જાય છે તો કેટલીક વખત ખૂબ લાંબા સમય સુધી રહે છે. ખાસ કરીને પિરીયડ્સના દિવસોમાં વેક્સ ના કરાવો તો વધુ સારુ રહે છે. કારણ કે આ દિવસોમાં શરીરમાં કેટલાક હોર્મોનલ ફેરફાર થાય છે જેના કારણે સ્કીન સેન્સેટિવ થઇ જાય છે. જેનાથી ઇન્ફેક્શન થવાનુ જોખમ વધુ રહે છે. વેક્સ કરાવ્યા બાદ તરત તડકામાં અથવા તો ગરમ માહોલમાં જવાનું પણ ટાળો. કેમ કે વેક્સ કરાવવાથી સ્કીનના પોર્સ ખૂલી જાય છે અને એના કારણે તે પોર્સમાં પ્રદૂષણ વાળી જગ્યા પર જવાથી ગંદકી અંદર ભરાઇ જાય છે.

હંમેશા ચોક્સાઇ વાળા પાર્લરમાં જ જવાનો આગ્રહ રાખો, ભલે પૈસા થોડા વધુ થશે પણ તમારી સ્કીનને તો ચોક્સાઇ મળશે. તમે જે પાર્લરમાં જાવ છો એ પાર્લરમાં સ્વચ્છતા કેટલી છે તે ચકાસી લો ત્યારબાદ જ જવાનો નિર્ણય લો. જે વ્યક્તિ તમને વેક્સ કરી આપે છે એના હાથ ચોખ્ખા છે કે નહી. વેક્સ કરતા પહેલા તમારી ત્વચા પર ટેલકમ પાઉડરનો ઉપયોગ કરે છે કે નહી તે પણ જાણો. અને જો ન કરતા હોય તો ખાસ ટેલકમ પાઉડરનો ઉપયોગ કરવાનું કહો. કારણ કે એનાથી ત્વચાની આંતરીક નમી હોય છે તે જતી રહે છે અને વેક્સ પછી ફોલ્લી કે કોઇ આડઅસર થતી નથી. ત્યાં ડીસ્પોઝેબલ સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવે છે કે નહી તેનું પણ ધ્યાન રાખો. સ્નાન કર્યુ હોય તેના બે કલાક પછી ક્યારેય વેક્સ ન કરાવો કારણ કે સ્નાન બાદ શરીરના છિર્દ્રો ખૂલી જાય છે અને ત્વચા સંવેદનશીલ બની જાય છે જેથી વેક્સની અસર થતી નથી.

વેક્સ કરાવ્યા બાદ, કાળજી લેતા છતાં પણ તમને જો કોઇ આડઅસર થાય તો તેના માટે કેટલાક ઉપાયો છે. જે જગ્યા પર દાણા થઇ ગયા હોય તે જગ્યા પર એન્ટી બાયોટીક ક્રીમ અથવા લોશન લગાવો જેનાથી ખણ નહી આવે. હવે બજારમાં વેક્સ બાદ લગાડવા માટે જેલ પણ મળી રહે છે. જો વેક્સ બાદ ફોલ્લી થઇ ગઇ હોય તો એ જગ્યા પર થોડા દિવસ સાબુ લગાવશો નહી. જો આડઅસર થઇ હોય તો ઢીલા કપડા પહેરવાનો આગ્રહ રાખો. અને જો વધુ પ્રોબ્લેમ હોય તો બરફનો ઉપયોગ કરો, પરંતુ બરફ લગાવ્યા બાદ ક્રીમ લગાવવાનું ભૂલશો નહી. તમે નાળિયેરનું તેલ પણ લગાવી શકો છો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે દાણા કે ફોલ્લી થઇ હોય તેને નખથી ખણશો નહી કારણ કે એનાથી ફોલ્લી પાકી જશે અને ડાઘ પડવાની પણ શક્યતા રહે છે. જો તમે પાર્લર જવા ન માગતા હોવ તો ઘરે પણ વેક્સ બનાવીને તમે ઘરે જાતે જ વેક્સ કરી શકો છો. સુગર વેક્સ, હળદરની પેસ્ટ, લેમન અને સુગર કેન વેક્સ, મુલતાની માટીની પેસ્ટ, ચણાનો લોટ, મધ અને ચોખાનો લોટ મિક્સ કરીને પણ તમે હેર રીમુવર પેસ્ટ બનાવી શકો છો.