જો જો ગુસ્સામાં ક્યાંક વધુ ન બોલી જાવ !!

ઘડા કયા ઘરમાં નથી થતા અને કોને નથી થતા. દરેકને ઝઘડા તો થાય જ છે પરંતુ ઝઘડામાં ગુસ્સામાં તમે ઘણીવાર એટલુ બધુ બોલી જતા હોવ છો કે એ વાતનો આપણને પાછળથી પસ્તાવો થાય છે. પરંતુ સૌથી વધુ તકલીફ ત્યારે થાય છે કે જ્યારે ઝઘડો પતિ-પત્ની અથવા તો ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વચ્ચે થાય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં લડાઇ તો હોય જ છે. પરંતુ જ્યારે પણ તમારી તમારા પાર્ટનર જોડે લડાઇ થાય છે ત્યારે ન કહેવાનું પણ કહી દેતા હોવ છો. ત્યારે આવી વાતો ઘણીવાર તમારા પાર્ટનરના મનમાં ઘર કરી જાય છે. તો એવી કેટલીક બાબતો છે કે જ્યારે તમારો ઝઘડો થાય ત્યારે તમારા પાર્ટનરને ક્યારેય ન કહેવી જોઇએ.

પતિ-પત્ની હોય કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોય ઝઘડા થવા સામાન્ય છે. સમય જતા ઝઘડો તો પૂરો થઇ જાય છે પરંતુ ઝઘડા વખતે કહેલી વાતો મનમાં રહી જાય છે. જ્યારે પણ ઝઘડો થાય છે ત્યારે એ વાતો મનમાં ફરતી રહેતી હોય છે. મહિલા હોય કે પુરુષ હોય બંને ગુસ્સામાં આવીને ઘણુ કહી દેતા હોય છે. બંને સામ-સામે એકબીજાને મનાવી લેતા હોય છે પરંતુ વારંવાર એ વાત યાદ આવી જ જાય છે અને ફરી એ વાતને લઇને દુખ થતુ હોય છે.

મનમાં ક્યાંક ને ક્યાંક એ વાતનો ગુસ્સો રહી જાય છે પછી એ મહિલા હોય કે પુરુષ હોય. ઝઘડો કરતી વખતે આપણે સંબંધ ખતમ કરવાની વાત કરતા હોય છીએ પરંતુ ભૂલથી પણ આવી વાત ન કરશો. આાવા સમયે તમારા પાર્ટનરને સમજવાની કોશિશ કરો. ઘણી વખત તમે ઝઘડામાં એવુ પણ બોલો છો કે તમારી સાથે સંબંધ બાંધવા મારી જીંદગીની સૌથી મોટી ભૂલ છે. તો આવા શબ્દો ઝઘડો ખતમ કરવાની જગ્યાએ ઝઘડો વધારી દે છે. આવા વખતે તમારા મનની સ્થિતિ બરાબર નહી હોય સાચી વાત છે કે તમે ગુસ્સામાં હશો પરંતુ તમે ગમે તેટલા કેમ નારાજ હોવ પણ તમારા સંબંધને ક્યારેય દોષ ન આપો.

તું પાગલ છે કે તમે પાગલ છો આવુ તમારા પાર્ટનરને ઝઘડામાં ક્યારે પણ ન કહેશો. મજાકમાં ઘણીવાર કહેતો હોઇએ છીએ એ વાત તો સમજી શકાય પરંતુ જ્યારે ઝઘડો થયો હોય ત્યારે તું પાગલ છે, તારામાં મગજ નથી આવી વાત ક્યારે પણ ન કહેવી. કારણ કે તમને કદાજ આ વાત નાની લાગતી હશે પરંતુ સામેવાળા માણસને ખૂબ ખરાબ લાગે છે. ગુસ્સે થવાને બદલે એ વાતને પ્રેમથી સમજાવવાની કોશિશ કરો.

એક મહત્વની વાત ક્યારેય પણ તમારા પાર્ટનરની ઘરના લોકો સાથે તુલના ન કરો. દરેક લોકો અલગ-અલગ હોય છે અને સ્વભાવ પણ અલગ હોય છે. તમારી પત્નીને ક્યારેય એવુ ન કહેશો કે તું મારા મમ્મી જેવી નથી, કે તમારા પતિને એવુ ન કહો કે તમે મારા પપ્પા જેવા નથી. આવી વાતો કરવાથી સંબંધ વધુ કમજોર બને છે. કહેતા પહેલા એટલુ વિચારો કે તમારા પાર્ટનર તમારા પરિવાર વિશે આવુ કંઇ કહેશે તો તમને કેવુ લાગશે. તમારા પાર્ટનરને કહેતા પહેલા એમની જગ્યા પર રહીને વિચારી જુઓ કે હું એની જગ્યાએ હોત તો શું કરત.ઘણીવાર એવુ પણ બને છે કે ઝઘડો થાય ત્યારે ગુસ્સામાં આવીને એકબીજાને ગમે તેમ બોલી દઇએ છીએ. પત્નીને કહીએ છીએ કે તું સારી નથી લાગતી કે તું આવી છે ને તેમ છે. પત્ની ઘણીવાર પતિને એવુ કહે છે કે તમે જાડા છો છતાં પણ તમારી સાથે રહુ છું. આવી વાતનું પતિને ખૂબ ખરાબ લાગી જતુ હોય છે. કેટલીકવાર આવી વાતોથી સંબંધ તૂટી પણ જતા હોય છે. આવા સમયે વાતોને જતી કરી ભૂલી જવુ વધુ સારુ રહે છે. જ્યારે ખૂબ ઝઘડો થાય અથવા તો આવી વાતો યાદ આવી જાય ત્યારે સંબંધોના શરૂઆતના દિવસો યાદ કરી લેવા. પહેલા તમે જે રીતે સામેવાળી વ્યક્તિએ ગુસ્સામાં કહેલી વાતોને ઇગ્નોર કરી દેતા એ જ રીતે આજે પણ વાતોને મનમાં ન લઇ ભૂલી જવુ જ સારુ રહેશે.