દર્દ છૂમંતર કરતી એન્ટિબાયોટિક્સ કેટલી નુક્સાનકારક છે?

પણે સૌ કોઇ જાણીએ છીએ કે એન્ટિબાયોટિક દવા કેટલી સ્ટ્રોંગ હોય છે અને તેનાથી કેટલી હદ સુધી આપણાં શરીરને નુક્સાન થાય છે. મોટેભાગે મહિલાઓ આ વાતથી અજાણ હોય છે. કારણ કે મહિલા પોતાના કામકાજમાં, પરિવારની સંભાળમાં એટલી વ્યસ્ત હોય છે કે એને આ વાતનું ધ્યાન જ નથી જતું. મોટેભાગે મહિલાઓ તરફથી દુખાવાની ફરિયાદો વધુ આવતી હોય છે ત્યારે તેઓ દુખાવા માટે કોઇપણ પેઇન કિલર લઇ લેતી હોય છે. તબિયત ખરાબ હોય, શરીરને પીડા થતી હોય ત્યાં સુધી દવા આપણને સારી લાગે છે પણ તમે એ વિચાર્યુ છે કે દવા આપણને કેટલું નુક્સાન કરે છે.

ઇન્ફેક્શન, દુખાવો આ તમામ માટે આપણે એન્ટિબાયોટિક દવા લેવી જરૂરી છે. જો કે આમ તો આ દવા સુરક્ષિત હોય છે પણ આવી દવાઓથી નાનીમોટી આડઅસર થાય છે. જેવું કે પેટ ફૂલી જવું, પેટ ખરાબ થવું, એલર્જીક રીએક્શન જેવી સમસ્યા પેદા થાય છે. જો એન્ટિબાયોટિક્સ લેવાથી તમને પણ કોઇ આવી સમસ્યા થાય છે તો જરાય ગભરાવવાની જરૂર નથી. કેટલાક નેચરલ અને ઘરેલુ ઉપચારથી તમે આવી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

એન્ટિબાયોટિક્સ લેવાથી ડાયેરિયા થાય તે સમસ્યા ખૂબ સામાન્ય બની ગઇ છે. તો ડાયેરિયા ન થાય તેના માટે તમે જમવામાં બેક્ટેરિયાયુક્ત યોગર્ટ ખાઇ શકો છો. જેનાથી શરીરને ડાયેરિયા સામે રીકવર થવામાં મદદ મળી રહે છે. યોગર્ટમાં સારી માત્રામાં બેક્ટેરિયા હોય છે. જે ડાયેરિયા સામે રક્ષણ મેળવવામાં ખૂબ ઉપયોગી હોય છે. વર્ષ 2015માં હેલ્થને લગતા પ્રકાશિત થયેલ એક અહેવાલમાં જણાવ્યુ છે કે નાના બાળકોને થતી પેટ સમસ્યાઓ સામે લડવામાં યોગર્ટ ખૂબ જ ઉપયોગી બની રહે છે. એન્ટિબાયોટિક્સના કોર્સ બાદ એક મહિના સુધી તમે યોગર્ટ ખાવાનું રાખો. તમે ડૉક્ટરની સલાહ લઇને પણ પ્રોબાયોટિક સપ્લીમેંટ્સ લઇ શકો છો. આ ઉપરાંત તમે અથાણું, ઇડલી, ઢોંસા જેવા ખાદ્ય પદાર્થોનું પણ સેવન કરી શકો છો.

લસણની વાત કરીએ તો એ એક પ્રકારનું પ્રાકૃતિક એન્ટિબાયોટિક છે. જે શરીરને નુક્સાન પહોંચાડ્યાં વગર હાનિકારક રોગને નષ્ટ કરી દે છે. લસણના સેવનથી કિડની અને લીવરને થતા  નુકસાન સામે પણ રક્ષણ આપે છે. તમે લસણ ખાઇને પણ એન્ટિબાયોટિક્સથી થતી આડઅસર સામે રક્ષણ મેળવી શકો છો. રોજબરોજના ખાવામાં પણ લસણનો વધારે માત્રામાં ઉપયોગ કરવો જોઇએ. દવાની આડઅસર ઘણીવાર ખૂબ ઘાતક સાબિત થાય છે. બ્લડપ્રેશરની દવાની પણ શરીર પર વિપરીત અસર થાય છે. સમય જતાં આ દવાઓ શરીર પર અસર કરી શકે છે. આ અસરથી છૂટકારો મેળવવા માટે તમારા ડૉક્ટર્સ દવાઓને એડજસ્ટ કરી શકે છે. કોઇ પણ દવા આડઅસર કરી શકે છે અને બ્લડ પ્રેશર લેવલને નિયમિત કરતી દવાઓ તેમાંની એક છે. આનો મતલબ એ નથી કે તમને દવાની આડઅસર થશે જ. ઘણા લોકો છે કે જેઓ બ્લડ પ્રેશરની દવાઓ ખાય છે તેમને કોઇ સમસ્યા નથી થતી. પરંતુ જો તમને કોઇ તકલીફ થઇ રહી છે તો એકવાર ડૉક્ટરને બતાવવું આવશ્યક છે.

એવી કોઇ ખાસ રીત નથી કે જેનાથી તમને ખબર પડે કે તમને દવાની આડઅસર થશે કે નહીં. જો તમારે જાણવુ હોય તો જ્યારથી તમે દવા લેવાનુ શરૂ કરો છો ત્યારથી તમારે ધ્યાન આપવું પડશે. એક જ દવા અલગ અલગ લોકો પર અલગ અલગ રીતે અસર કરે છે. કોઇને એક દવાથી ખાંસી થાય છે તો અન્ય કોઇ વ્યક્તિને એક દવાથી પેટમાં ગડબડ થઇ શકે છે. તમને એક દવાથી સમસ્યા થાય છે તો એનો મતલબ એ નથી કે તમને અન્ય દવાની પણ આડઅસર થાય.

મોટાભાગની દવાઓ સાથે એક ઇન્ફોર્મેશનલ લીફલેટ આવે છે કે જેમાં તેની આડઅસરો અંગે લખેલું હોય છે. કોઇપણ દવા લેતાં પહેલાં તમારે ડૉક્ટરને પૂછવું આવશ્યક છે. અત્યારે તાવ આવવો, માથુ દુખવું, પેટમાં દુખવું જેવા રોગની દવાઓ લોકો જાતે લઇ લેતા હોય છે. પરંતુ આની આડઅસર થઇ શકે છે અને કોઇ નાના રોગમાંથી કોઇ મોટો રોગ પણ થઇ શકે છે. ઘણી આડઅસરો સમય સાથે ખતમ થઇ જાય છે કારણ કે તમારુ શરીર એ પ્રમાણે એડજસ્ટ થવા લાગે છે.