સાપુતારાઃ વિદેશી સહેલાણીઓ માટે નવું ડેસ્ટિનેશન

ર્ષની ત્રણેય મોસમી ઋતુ અનુસાર વિવિધ ફેસ્ટિવલના આયોજન માટે સાપુતારા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ગણાતાં સાપુતારા ખાતે વર્ષ 2017 દરમિયાન 2 લાખથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું અને પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓમાં ફરવા માટેનું નવું સ્થળ બની રહ્યું છે. વર્ષ 2017 દરમિયાન સાપુતારામાં 2 લાખથી વધુ સહેલાણીઓ આવી ચૂક્યાં છેસાપુતારા ખાતે બારેબાર મહિના ઋતુ અનુસાર વિવિધ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશવિદેશના સહેલાણીઓ ખાસ સાપુતારાના ગિરિમથકમાં પ્રવાસની મઝા માણવા આવી રહ્યાં છે. ગુજરાતમાં પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ સ્થળોએ પ્રવાસીઓને આકર્ષવા માટે ખાસ ફેસ્ટિવલનું આયોજન કરે છે. કચ્છનો રણોત્સવ હોય કે કાંકરિયા કાર્નિવલ પરંતુ પ્રવાસીઓને રોમાંચ પૂરો પાડતી કોઈ જગ્યા હોય તો તે છે સાપુતારા ગિરિમથક. ડાંગમા કુદરતે મન મુકીને કુદરતી સૌંદર્ય વેર્યુ છે. સાપુતારા ગિરિમથકમાં શિયાળામાં વિન્ટર ફેસ્ટીવલ, ઉનાળામાં સમર ફેસ્ટીવલ અને ચોમાસામાં મોન્સુન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. સાપુતારા પ્રવાસન સ્થળને સરકાર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે અનેક વિકાસના કામો હાથ ધર્યા છે. આ અંગે આહવા ડાંગ કલેકટર બી. કે. કુમારે chitralekha.comને જણાવ્યું હતું કે સાપુતારા પ્રવાસન ક્ષેત્રે ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહ્યું છે. વર્ષ 2017 દરમ્યાન સાપુતારામાં 2 લાખથી વધુ સહેલાણીઓ આવી ચુક્યા છે.ગુજરાતના બીજા પ્રવાસન સ્થળ કરતાં સાપુતારા ખુબજ આકર્ષણ જગાવતું સ્થળ છે, પ્રવાસીઓને રહેવા માટે અહીં ૧૬થી વધુ સુવિધા સજ્જ હોટલ છે, ફરવા માટેના સારા બાગબગીચા છે, પર્વતોની ખીણ, પ્રદેશોમાં રોપવેની અદ્યતન સુવિધા છે, તો ગિરિમથક ઉપરથી ખુલ્લા મેદાનમાં આકાશી સફરનો રોમાંચક અનુભવ કરી આપતી પેરા ગ્લાયડીંગની સુવિધા ઉપલબ્ધ છે. સુંદર લેક અને લેકમાં બોટિંગની સુવિધા છે. જો તમારે ટેન્ટમાં રોકાણ કરવું હોય તો ખાસ ટેન્ટ સિટીનું અહી આયોજન કરવામાં આવ્યું છે.

ટૂંકમાં કહીએ તો ગુજરાતના બીજા પ્રવાસન સ્થળોની સરખામણીએ સાપુતારા હવે પ્રવાસીઓ માટે એક નવું ડેસ્ટિનેશન બની રહ્યું છે. જેને કારણે સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ ઉપલબ્ધ થઇ રહી છે. સરકાર દ્વારા પણ સાપુતારામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરી સ્થાનિકોને અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત ટુરીઝમ દ્વારા સાપુતારાના વિકાસ માટે અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાતમાં લવાયાં બાદ અમિતાભ બચ્ચનના મુખે બોલાયેલા શબ્દો “સાપુતારા ગુજરાત કા તારા હે” ના વાક્ય ને સાચે જ સાર્થક કરે છે અને હાલ દેશવિદેશના પ્રવાસીઓ માટે આંખ ઠારતું પ્રવાસન સ્થળ બન્યું છે.