તરતી બજારઃ કોલકાતાનું નજરાણું

0
2367

બંગાળવાસીઓને, ખાસ કરીને કોલકાતાવાસીઓને ટૂંક સમયમાં જ એક અનોખા પ્રકારની માર્કેટ પ્રાપ્ત થવાની છે. આ માર્કેટ એ રીતે વિશિષ્ટ હશે કે એ પાણી પર તરતા સ્વરૂપની હશે. આ ફ્લોટિંગ માર્કેટ પૂર્વ કોલકાતામાં દક્ષિણી ભાગમાં આવેલા વૈષ્ણવઘાટ પટુલી ટાઉનશિપ વિસ્તારમાં આકાર લઈ રહી છે.

બંગાળમાં આ પ્રકારની પહેલી જ બજાર હશે.

હાલ ભારતમાં માત્ર જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવરમાં ફ્લોટિંગ માર્કેટ જોવા મળે છે.

વિદેશમાં માત્ર થાઈલેન્ડના બેંગકોકમાં તરતી બજારો સ્થાનિક લોકો તેમજ વિદેશી પર્યટકોમાં ફેમસ થઈ છે.

EM બાયપાસ નજીકના સ્થળે તરતી બજારના બાંધકામનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે અને બજાર ટૂંક સમયમાં જ ખુલ્લી મૂકવામાં આવશે.

વિશાળ સરોવરમાં ઊભી રાખવામાં આવેલી બોટ/નૌકાઓ એટલે શાકભાજી, ફળોનાં સ્ટોલ્સ.

કોલકાતા મ્યુનિસિપલ ડેવલપમેન્ટ ઓથોરિટી પટુલીમાં ફ્લોટિંગ માર્કેટ બનાવી રહી છે. એ માટે ૧૧૪માંથી ૩૨ બોટ તો ખરીદી લેવામાં આવી છે. બાકીની બોટ નવેંબર સુધીમાં ખરીદી લેવામાં આવશે.

દરેક બોટમાં બબ્બે દુકાન હશે.

EM બાયપાસ ખાતે વૈષ્ણવઘાટ-પટુલી માર્કેટ ખાતેના દુકાનદારોનો આ ફ્લોટિંગ માર્કેટમાં પુનર્વસવાટ કરવામાં આવશે જેથી EM બાયપાસનો મોટો ભાગ પહોળો થઈ શકશે.

આ ફ્લોટિંગ માર્કેટ જ્યાં આવેલી છે એ હાઈવે પર એક ફૂટ ઓવરબ્રિજ પણ બાંધવામાં આવનાર છે.