આઈફૉનમાં આ રીતે વાપરો માઇક્રૉસૉફ્ટ અને ગૂગલ ઍપ

ઈફૉન હોવો એ સ્ટેટસ મનાય છે. પરંતુ ઍપલે તેના પર પોતાનો એકાધિકાર જળવાઈ રહે અને સાથે ફૉન સુરક્ષિત રહે તે માટે કેટલીક જડબેસલાક વ્યવસ્થાઓ કરી છે. પરંતુ તેમાં ગૂગલ કે માઇક્રૉસૉફ્ટની ઍપ વાપરી શકાતી નથી.

જોકે દરેક ચીજનો તોડ હોય છે જ. ટૅક્નૉલૉજીનિષ્ણાતો આ તોડ શોધી કાઢતા હોય છે. તો આઈફૉન બાબતે પણ આવો તોડ રહેલો છે જેની મદદથી તમે ગૂગલ અને માઇક્રૉસૉફ્ટની ઍપનો ઉપયોગ આઈફૉનમાં પણ કરી શકશો. કઈ રીતે? આવો જોઈએ.જો તમે કમ્પ્યૂટરમાં વિન્ડૉઝ વાપરતા હશો (હશો નહીં તમે વાપરો છો જ, મોટા ભાગના લોકો વિન્ડૉઝ જ વાપરે છે), જો તમારી પાસે સર્ફેસ લેપટૉપ કે ટેબલેટ છે તો તમને માઇક્રૉસૉફ્ટનાં ઉત્પાદનો ગમતાં હશે. આથી તમને ફૉનમાં પણ માઇક્રૉસૉફ્ટની એપ જોઈતી હશે જેથી તમે કમ્પ્યૂટર કે ટેબલેટ હાથવગું ન હોય ત્યારે ફૉનમાં તે અંગે કામ કરી શકો. આઈફૉનનું પોતાનું ઇ-મેઇલ છે, ક્લાઉડ સ્ટૉરેજ અને અન્ય સેવાઓ છે, પરંતુ તેના બદલે માઇક્રૉસૉફ્ટની સેવાઓ વાપરવી હોય તો રસ્તો છે. પહેલાં તો તમે આઈઓએસ માટે આઉટલુક ડાઉનલૉડ કરો. ઇ-મેઇલ સિવાય તે તમારાં કેલેન્ડર અને સંપર્કો પણ સંભાળે છે. તે માઇક્રૉસૉફ્ટ અને બિનમાઇક્રૉસૉફ્ટ બંનેમાં કામ કરે છે. આમ, તમે આઈફૉનમાં પણ માઇક્રૉસૉફ્ટના ઇ-મેઇલનો ઉપયોગ કરી શકશો.

આઈફૉનમાં તેની પોતાની મસેજિંગ એપ જ વાપરી શકાય છે, બીજી કોઈ નહીં. આનો રસ્તો છે, સ્કાઇપી. સ્કાઇપી વિડિયો કૉલિંગ, વૉઇસ કૉલિંગ અને મેસેજની જરૂરિયાત પણ પૂરી કરે છે.

તમે એપલના ક્લાઉડ સ્ટૉરેજ પ્રૉગ્રામ આઈક્લાઉડને બદલે માઇક્રૉસૉફ્ટના વનડ્રાઇવનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે આઈફૉનમાં તેને ડાઉનલૉડ (ઇન્સ્ટૉલ) કરશો ત્યારે તે તમારા ફૉન અને કોઈ પણ કમ્પ્યૂટર વચ્ચેની ફાઇલોને એકીકૃત કરી નાખશે. આ સિવાય આઈફૉનમાં ડૉક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને પ્રૅઝન્ટેશન વગેરે જોવા માટે તેની પોતાની ઍપ છે, પરંતુ સામે વાળી વ્યક્તિને માઇક્રૉસૉફ્ટના વર્ઝનમાં મોકલવું હોય તો? એક કામ કરો. જો તમે ઍપલની એપમાં ડૉક્યુમેન્ટ બનાવ્યા હોય તો તેના મેનુ પર સ્પર્શ કરો, પછી ઍક્સ્પૉર્ટ પસંદ કરો અને માઇક્રૉસૉફ્ટ ફૉર્મેટ પસંદ કરો. હવે તેને તમે ઇ-મેઇલ દ્વારા મોકલી શકો છો અથવા આઈફૉનના સ્થાનિક સ્ટૉરેજમાં સૅવ કરી શકો છો.

આઈફૉનમાં એક જ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકાય છે- સફારીનો. તમે ઇન્ટરનેટ એક્સ્પ્લૉરરનો ઉપયોગ કરી શકતા નથી. જો તમને આઈફૉનમાં પણ આઈઇનો ઉપયોગ કરવા મળે તો તમે પીસીમાં જે કંઈ બુકમાર્ક, પાસવર્ડ, બ્રાઉઝિંગ હિસ્ટરી અને અન્ય રાખ્યું હોય તેને તમે ફૉનમાં પણ લાવી શકો છો અને તમારું કામ સરળ બનાવી શકો છો.

આ માટે તમે બિંગસર્ચ અને ફીડ ઇન્સ્ટૉલ કરો, તે વેબ બ્રાઉઝર તરીકે પણ કામ કરશે.

આ જ રીતે ગૂગલનો ઉપયોગ કરવા ગૂગલ સર્ચ ઍપ ડાઉનલૉડ કરો. તેમાં તમે ઇન્ટરનેટ સર્ચ કરી શકશો, ગૂગલ મેપ સર્ચ કરી શકશો, ન્યૂઝ જોઈ શકશો અને અન્ય માહિતી પણ મેળવી શકશો. ઉપરાંત તમે આઈઓએસ માટે જીમેઇલ કરો અથવા બીજી એક ઇમેઇલ ઍપ ઇનબૉક્સ ઇન્સ્ટૉલ કરો. એક બીજો વિકલ્પ છે કે જીમેઇલને તમારા ઍપલ ઇ-મેઇલ ઍડ્રેસ સાથે જોડી દો.

કૉલ અને મેસેજિંગ માટે તમે આલોનો ઉપયોગ પણ કરી શકો છો. ક્લાઉડ સ્ટૉરેજ માટે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરી શકાય છે જેના લીધે તમે પીસી સાથે તમારી ફાઇલ એકીકૃત કરી શકો છો. તેનાથી તમને ઍપલના સંપર્કો ગૂગલ એકાઉન્ટમાં સૅવ પણ કરવા મળે છે. વેબ બ્રાઉઝર માટે પણ તમે ગૂગલ ક્રૉમ ડાઉનલૉડ કરી શકો છો અને જ્યારે તમારે ઇન્ટરનેટ જોવું હોય ત્યારે તેને જાતે શરૂ કરી શકો છો.