5G કમાલઃ સ્ટેડિયમમાં વિરાટ કદનો ડ્રેગન ઉતરી આવ્યો…

દક્ષિણ કોરિયામાં તાજેતરમાં પ્રોફેશનલ બેઝબોલ સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ એકદમ અનોખી અને રોમાંચક રીતે કરવામાં આવ્યો હતો. ઉદઘાટન સમારંભ મનોરંજક રહ્યો હતો, પણ એક વર્ચુઅલ ડ્રેગનની સનસનાટીભરી હાજરીને કારણે સમારંભ ત્યાં હાજર હજારો લોકોની મેદની માટે યાદગાર બની ગયો હતો.

5G ટેક્નોલોજી દ્વારા એક વિરાટ કદના ડ્રેગનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ ડ્રેગનને સ્ટેડિયમની ઉપર ઉડતો બતાવવામાં આવ્યો હતો. જોનારાઓને એમ લાગ્યું હતું કે ખરેખર સાચો ડ્રેગન સ્ટેડિયમમાં ઉતરી આવ્યો છે.

એસ.કે. ટેલીકોમ કંપનીએ ઈ-સ્પેસ અને ટી-રીયલ પ્લેટફોર્મ સોલ્યૂશન્સ સહિત એની સેલ્ફ-ડેવલપ્ડ ઓગમેન્ટેડ અને વર્ચુઅલ રિયાલિટી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને લાર્જ સ્કેલ ઓગમેન્ટેડ રિયાલિટી સ્ટ્રીમિંગ મેળવ્યું હતું.

(જુઓ વિડિયો)

httpss://youtu.be/85kMBDerbj4