મુંબઈને મળી વધુ બે મેટ્રો લાઈન; મહાનગરમાં ટ્રાન્સપોર્ટેશન સરળ થશે

૨૦૧૭નું વર્ષ એના અંતિમ ક્વાર્ટરમાં પહોંચી ગયું છે. મુંબઈ મહાનગરમાં ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેનોનાં દિવસો કદાચ સંપૂર્ણપણે ભૂતકાળની વાત ન બને, પણ 10 મેટ્રો રેલવે લાઈનો એક પછી એક કાર્યાન્વિત થઈ જશે એ સાથે જ પશ્ચિમ અને મધ્ય રેલવે વિભાગ પરની લોકલ ટ્રેન સેવા પરનો બોજો હળવો તો જરૂર થશે.

મુંબઈમાં પશ્ચિમ અને મધ્ય ઉપનગરોને જોડતી મેટ્રો લાઈન-1 તો ચાલુ થઈ ગઈ છે. વર્સોવા (અંધેરી) અને ઘાટકોપરને જોડતી આ લાઈન બાદ હવે બીજી 9 લાઈન શરૂ થવાની છે. કેટલીક લાઈનો પરનું બાંધકામ પૂરજોશમાં ચાલુ રહ્યું છે તો બે લાઈનને મહારાષ્ટ્ર સરકારે હમણાં જ મંજૂરી આપી છે.

આ નવી બે લાઈન છે – પાંચમી અને છઠ્ઠી લાઈન. તેના બાંધકામ માટે કુલ અંદાજે રૂ. 15,088 કરોડનો ખર્ચ થશે.

મુંબઈમાં મેટ્રો રેલવે નેટવર્કના વિકાસનું કામકાજ જોવા માટે મહારાષ્ટ્ર સરકારે આ કંપનીની સ્થાપના કરી છે – મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA).

મુંબઈની 10 મેટ્રો લાઈન અને તેના સ્ટેશનો-રૂટના નામ નીચે મુજબ છેઃ

મેટ્રો લાઈન 1 – (વર્સોવા-અંધેરી સ્ટેશન-ઘાટકોપર વેસ્ટ)

વર્સોવા (સાત બંગલા, અંધેરી વેસ્ટ), ડી.એન. નગર (અંધેરી વેસ્ટ), આઝાદ નગર (અંધેરી વેસ્ટ), અંધેરી રેલવે સ્ટેશન (પૂર્વ તરફ), વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (અંધેરી પૂર્વ), ચકાલા (પૂર્વ), એરપોર્ટ રોડ, મરોલ નાકા, સાકી નાકા, અસાલ્ફા, ઘાટકોપર (વેસ્ટ).

મેટ્રો લાઈન 2 – (દહિસર-ડીએન નગર-બાન્દ્રા-માનખુર્દ)

દહિસર ઈસ્ટ, આનંદ નગર, ઋષિ કોમ્પલેક્સ, આઈ.સી. કોલોની, એક્સર, ડોન બોસ્કો, શિમ્પોલી, મહાવીર નગર, કામરાજ નગર, ચારકોપ, મલાડ મેટ્રો, કસ્તુરી પાર્ક, બાંગુર નગર, ગોરેગાંવ મેટ્રો, આઝાદ નગર (અહીં તે મેટ્રો લાઈન 6ને કનેક્ટ કરશે), શાસ્ત્રી નગર, ડી.એન. નગર (અહીં તે મેટ્રો 1ને કનેક્ટ કરશે), એસિક નગર, પ્રેમ નગર, ઈન્દિરા નગર, નાણાવટી હોસ્પિટલ, ખીરા નગર, સારસ્વત નગર, નેશનલ કોલેજ, બાન્દ્રા વેસ્ટ મેટ્રો જંક્શન, MMRDA ઓફિસ, આઈટી ઓફિસ, બીકેસી (મેઈન મેટ્રો જંક્શન), IL&FS  MTNL જંક્શન, એસ.જી. બર્વે માર્ગ, કુર્લા ટર્મિનલ, કુર્લા ઈસ્ટ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ચેંબૂર, શિવાજી ચોક, ડાયમંડ ગાર્ડન, BSNL, માનખુર્દ મેટ્રો, મંડાલે મેટ્રો.

મેટ્રો લાઈન 3 – (દક્ષિણ મુંબઈ કોલાબા-બાન્દ્રા બીકેસી-સીપ્ઝ વિલેજ)

આ લાઈનનું બાંધકામ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કરી રહી છે. સમગ્ર મેટ્રો નેટવર્કમાં આ એકમાત્ર લાઈન ભૂગર્ભ રહેશે.

કોલાબા કફ પરેડ, વિધાન ભવન, ચર્ચગેટ મેટ્રો, હુતાત્મા ચોક, સીએસટી મેટ્રો, કાલબાદેવી, ગિરગામ, ગ્રાન્ડ રોડ, મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી મેટ્રો, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચોક, વરલી, દાદર સિદ્ધિવિનાયક મંદિર, દાદર મેટ્રો, સીતલાદેવી, ધારાવી, બાન્દ્રા બીકેસી જંક્શન, વિદ્યાનગરી, સાંતાક્રુઝ, છત્રપતિ શિવાજી મહારાજ ડોમેસ્ટિક એરપોર્ટ, સહાર રોડ, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અંધેરી મરોલ નાકા, એમઆઈડીસી, સીપ્ઝ વિલેજ.

મેટ્રો લાઈન 4 – (વડાલા-ઘાટકોપર-મુલુંડ-થાણે-કાસરવડાવલી)

વડાલા ટીટી મેટ્રો, અવિક નગર બસ ડેપો, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જંક્શન, સિદ્ધાર્થ કોલોની, અમર મહલ, ગારોડિયા નગર, પંત નગર, લક્ષ્મી નગર, ઘાટકોપર, શ્રેયસ સિનેમા, ગોદરેજ કોલોની, વિક્રોલી મેટ્રો, સૂર્યા નગર, કાંજુરમાર્ગ (વેસ્ટ), ગાંધી નગર, નેવલ હાઉસિંગ, ભાંડુપ મહાપાલિકા, ભાંડુપ મેટ્રો, શાંગ્રિલા, સોનાપુર, મુલુંડ ફાયર સ્ટેશન, મુલુંડ નાકા, તીન હાથ નાકા, થાણે આરટીઓ ઓફિસ, મહાપાલિકા માર્ગ થાણે, કેડબરી જંક્શન, મજીવાડા, કાપુરબાવડી, માનપાડા, ટીકુજીની વાડી, ડોંગરી પાડા, વિજય ગાર્ડન, કાસરવડાવલી,

મેટ્રો લાઈન 6 – (થાણે-ભીવંડી-કલ્યાણ)

થાણે, કાપુરબાવડી, બાલકુમ નાકા, કાશેલી, કાલ્હેર, પૂર્ણા, અંજુરફાટા, ધામનકર નાકા, ભીવંડી જંક્શન, ગોપાલ નગર, ટેમઘર, રજનૌલી વિલેજ, ગોવે ગાંવ એમઆઈડીસી, કોન ગાંવ, દુર્ગાદી કિલ્લો, સહજાનંદ ચોક, કલ્યાણ રેલવે સ્ટેશન, કલ્યાણ એપીએમસી.

મેટ્રો લાઈન 6 – (સ્વામી સમર્થ નગર-જોગેશ્વરી-કાંજુરમાર્ગ-વિક્રોલી)

સ્વામી સમર્થ નગર (લોખંડવાલા કોમ્પલેક્સ), આદર્શ નગર, જોગેશ્વરી વેસ્ટ, JVLR, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જંક્શન, શ્યામ નગર, મહાકાલી ગુફાઓ, સીપ્ઝ વિલેજ, સાકી વિહાર રોડ, રામબાગ, પવઈ સરોવર, આઈઆઈટી પવઈ, ગાંધી નગર, વિક્રોલી, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે.

મેટ્રો લાઈન 7 – (અંધેરી ઈસ્ટ-દહિસર ઈસ્ટ)

અંધેરી ઈસ્ટ મેટ્રો જંક્શન, શંકરવાડી, JVLR જંક્શન, મહાનંદ ડેરી, આરે, પઠાણવાડી, પુષ્પા પાર્ક, બાણડોંગરી, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, માગાઠાણે, દેવી પાડા, નેશનલ પાર્ક, ઓવારીપાડા, દહિસર ઈસ્ટ.

મેટ્રો લાઈન 8 – (વડાલા-ભક્તિ પાર્ક-જીપીઓ (સીએસટી))

આ રૂટ પરના સ્ટેશનો દર્શાવતો નકશો હજી તૈયાર કરાયો નથી, પણ આ લાઈન પર ટ્રેનો વડાલા અને જીપીઓ (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) રેલવે સ્ટેશન વચ્ચે દોડશે.

મેટ્રો લાઈન 9 – (અંધેરી ઈસ્ટ મેટ્રો જંક્શન-બાન્દ્રા)

આ રૂટ પરના સ્ટેશનો દર્શાવતો નકશો હજી તૈયાર કરાયો નથી. આ રૂટ પરની ટ્રેનો અંધેરી પૂર્વ હાઈવે અને બાન્દ્રા વચ્ચે દોડશે.

મેટ્રો લાઈન 10 – (દહિસર ઈસ્ટ મેટ્રો જંક્શન-મીરા ભાયંદર-કાશીમીરા જંક્શન)

આ લાઈન પરના સ્ટેશનો દર્શાવતો નકશો હજી તૈયાર કરાયો નથી.