એલેક્સા ઑવન સહિત આઠ નવા ઉપકરણ લાવશે એમેઝોન

પલ અને ગૂગલથી વિરુદ્ધ એમેઝૉને એલેક્સા નામના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ દ્વારા ચાલતા ઇકૉ પ્રૉડક્ટને જાહેર કરવામાં કોઈ સમય બગાડ્યો નથી. એમેઝૉન સાત પ્રકારના અલગ-અલગ ઇકૉ ડિવાઇસ ઑફર કરે છે. તેમાં ઇકૉ ડૉટ સ્પીકરથી લઈને મોટા ઇકૉ શૉ સ્માર્ટ સ્ક્રીન સુધી છે. એક અહેવાલ મુજબ, એમેઝૉન હવે આઠ વધુ એલેક્સા ગેઝેટ સાથે તૈયાર છે.

એવું અનુમાન છે કે તેમાં માઇક્રૉવેવ ઑવન, એમ્પ્લીફાયર, રિસિવર, સબવૂફર અને એક નહીં જણાવાયેલ કાર ગેઝેટ છે.

આની વિગતો હજુ સત્તાવાર નથી બની. પરંતુ આંતરિક લીક થયેલા દસ્તાવેજ પરથી જાણવા મળે છે. રિપૉર્ટ મુજબ, તમામ આઠ ડિવાઇસોમાં એલેક્સા બિલ્ટ ઇન છે.

એમેઝૉનના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એક એવો વૉઇસ કંટ્રૉલ્ડ હેલ્પર છે જે તમને સમાચાર, તાપમાન વગેરેની માહિતી આપે છે અને સાથે તમારા માટે પિઝાનો ઑર્ડર આપી શકે છે. આ નવાં ગેઝેટ આ મહિને બાદમાં એમેઝૉનના વિશેષ કાર્યક્રમમાં જાહેર થાય અને શૉ માટે મૂકાય તેવી સંભાવના છે.

આ નવા ડિવાઇસ અંગેની વિગતો ઓછી છે તેથી તેઓ કેવા દેખાય છે તે કહેવું મુશ્કેલ છે.

એમેઝૉન ઘણા કિચન એપ્લાયન્સ વેચે છે. તેથી પોતાનું માઇક્રૉવેવ ઑવન વેચવું તે નવો વિચાર નથી. પરંતુ માઇક્રૉવેવને એલેક્સા સાથે ફિટ કરીને વેચવું તે અનોખો વિચાર છે. તેનાથી તે ટાઇમર સેટ કરી શકે છે. રેસિપીની સલાહ આપી શકે છે. એમેઝૉનની હરીફ સોનોસ એલેક્સાથી ચાલતા એમ્પ્લીફાયર અને સબવુફર વેચે છે, તેથી એમેઝૉન પોતાના એમ્પ્લીફાયર અને સબવુફર વેચે તે પણ મોટી વાત નથી. ઉપરાંત એલેક્સા કારમાં હોય છે. લૉજિટેક ઝીરો ટચ એ વેન્ટ માઉન્ટેડ ફૉબ છે જે તમને એલેક્સાને રૉડ પર વાપરવા દે છે.

તેનું એમેઝૉન બ્રાન્ડેડ વર્ઝન બનાવવું એ સ્માર્ટ મૂવ છે કારણકે તેનો અર્થ થાય છે એમેઝૉન તમને ઘરે, ઑફિસે અને તમારી કારમાં પણ જોડી રાખે છે. આ વર્ષે અગાઉ, એવી અફવા હતી કે એમેઝૉન મોબાઇલ એલેક્સા રૉબોટ પર કામ કરી રહ્યું છે જે તમારા ઘરમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારની જેમ ફર્યા કરે છે.