જન્મદિવસ મુબારક ગુગલને! દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેટ સર્ચ એન્જિનની સહાયતાને લીધે માહિતીની ખોજમાં રહેતાં દુનિયાભરનાં લોકોનું જીવન અનેકગણું આસાન થઈ ગયું છે. ચપટી વગાડતાં જ ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ ફોન પર ગૂગલ મારફત માહિતીનો ભંડાર ખૂલી જાય.
અથઃ શ્રી ગૂગલ મહારાજ કથા! જેમ આપણે ભારતીયો મોટેભાગે જીવનના કોઈપણ પ્રશ્નોના નિરાકરણ માટે જ્યોતિષ શાસ્ત્રનો સહારો લેતા આવીએ છીએ. કહેવાનો અર્થ કે જેમ જ્યોતિષ શાસ્ત્ર આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓનો શાંતિપૂર્વક નિદાન કરે છે. તેવું જ ‘ગૂગલ મહારાજ’ પણ આપણા દરેક પ્રશ્નોનો તાત્કાલિક જવાબ મેળવી આપે છે. એવા આ ‘ગૂગલશ્રી’નો આજે જન્મદિવસ છે. એમને 20મું વર્ષ બેઠું છે.
આ તો થઈ થોડી રમૂજ.
પણ ખરું કહો, તો આજના સમયમાં ગૂગલ દરેક વ્યક્તિ માટે દુનિયાના ખૂણે ખૂણાની તેમજ દરેક ક્ષેત્રને લગતી માહિતીનો ભંડાર પૂરો પાડતું ડિજીટલ માધ્યમ છે અને આજની અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. આજકાલ તો પાંચ વર્ષનું બાળક પણ ગૂગલ ઉપર ટાઈપ કરીને પોતાની પસંદની કાર્ટુન ફિલ્મો જોઈ લે છે. અરે, ત્રણેક વર્ષનું ટાબરિયું તો ટાઈપ કરતાં ન આવડે એટલે ગૂગલના સ્પીકર ઉપર બોલીને જોઈતું ફિલ્મી ગીત સાંભળી લે છે. ગૂગલે સર્ચ માટે હવે સ્પીકરની સુવિધા પણ આપી છે.
20 years ago today, our very first #GoogleDoodle took our homepage on a trip to the Nevada desert for the Burning Man festival. #tbt pic.twitter.com/OPXdczUHXw
— Google (@Google) August 30, 2018
ગૂગલ એક ઈન્ટરનેટનું માધ્યમ છે, સર્ચ એન્જીન છે. જેની શરૂઆત 27 સપ્ટેમ્બર 1998ને દિવસે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચ.ડી થયેલા બે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ સ્ટુડન્ટ – લેરી પેજ અને સર્જેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી.
અમેરિકન મલ્ટિનેશનલ ટેક્નોલોજી કમ્પની ગૂગલ ઈન્ટરનેટ રીલેટેડ કામગીરી બજાવે છે. જેમાં ઓનલાઈન એડ્વર્ટાઈઝમેન્ટ, સર્ચ એન્જિન, ક્લાઉડ કમ્પ્યૂટિંગ તેમજ સોફ્ટવેર અને હાર્ડવેર સર્વિસિસ છે. આવી બહોળી ટેક્નોલોજી ધરાવતી પ્રતિષ્ઠિત કમ્પનીના સીઈઓ ભારતીય-અમેરિકન સુંદર પિચાઈ છે જે ભારતીયો માટે ગર્વની વાત છે.
ગૂગલ દર વર્ષે 27 સપ્ટેમ્બરનો દિવસ વિશેષ રીતે ઉજવે છે. આ વર્ષે ગૂગલે તેના વિશેષ ડૂડલના માધ્યમથી યૂટ્યૂબનો વિડિયો રજૂ કર્યો છે. જે ગૂગલના આરંભથી અત્યાર સુધીની 20 વર્ષની સફરનો ચિતાર આપે છે.
ડૂડલમાં ગુગલ નામે આલ્ફાબેટ શેપમાં બલૂન ગિફ્ટ બોક્સમાં લગાડ્યા છે અને એની ઉપર પ્લે બટન છે જેને ક્લિક કરવાથી વિડિયો રજૂ થાય છે. આમાં ગૂગલ જણાવે છે કે એના ઈન્ડેક્સના 25 લાખ પેજીસ છે, જેમાં ભવિષ્યમાં હજુ વધારો થવાની પૂરી શક્યતા છે. ત્યારબાદ લોકપ્રિય સવાલો જે દુનિયાની તમામ ભાષાઓમાં પૂછાયા હોય જેમાં ભારતીય ભાષાનો પણ સમાવેશ થાય છે. તદુપરાંત અસંખ્ય ડૂડલ્સ દુનિયાના તમામ મહત્વના દિવસો તેમજ પ્રસંગોને લગતા, જે ગૂગલના આર્ટિસ્ટોએ બનાવ્યા છે તેનો પણ ઉલ્લેખ આ વિડિયોમાં થયો છે.
ગૂગલે એના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર પણ 10 જુદા જુદા ડૂડલ મૂક્યા છે. જેમાં 20 વર્ષમાં સૌથી બનાવેલું પહેલું ડૂડલ પણ બતાવ્યું છે.
ગુગલે એ પણ એનાઉન્સ કર્યું છે કે, ‘અમે દુનિયમાં તમામ લોકોને પૂરતી તેમજ વધુમાં વધુ જાણકારી પૂરી પાડવા પ્રયત્નશીલ છીએ.’ અને આ વાત માટે તેમની ટીમ કેટલી મહેનત કરે છે. તે રજૂ કરતી જીફ પણ ગુગલે મૂકી છે.
Turning back, flipping forward: how we’re marking 20(ish) years of Google this month → https://t.co/bxzOlsDTma pic.twitter.com/vooF1LCLVB
— Google (@Google) September 4, 2018