‘ટોઈલેટ પેપર’ સર્ચ કરીએ તો ‘પાકિસ્તાનનો ધ્વજ’ આવે?

આ એક જૂનો ગતકડાંનો પ્રકાર છેઃ સર્ચ એન્જિન ગુગલે ‘બેસ્ટ ટોયલેટ પેપર’ તરીકે પાકિસ્તાનના ઝંડાને  દેખાડ્યો છે.

સર્ચ એન્જિન ગૂગલ પર ‘ટોયલેટ પેપર’ શબ્દ લખતાં જ સામે પાકિસ્તાનનો ઝંડો દેખાય છે.

દુનિયાના સહુથી વધુ ઉપયોગમાં લેવાતાં સર્ચ એન્જિન ગૂગલ પર આજકાલ ‘બેસ્ટ ટોયલેટ પેપર’, ‘બેસ્ટ ચાઈના-મેડ ટોયલેટ પેપર’ અથવા ‘ટોયલેટ પેપર’ મૂકતાં જ પાકિસ્તાનના ઝંડો આવી જાય છે એ વિશે ઘણા લોકોએ ધ્યાન દોર્યું છે. આવું હાલમાં જ કશ્મીરના પુલવામા જિલ્લામાં અર્ધલશ્કરી દળ CRPFના જવાનો પર થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ જોવામાં આવ્યું છે. ગૂગલ ઉપર થયેલી આ ગડબડને લઈને સહુ જાત જાતની અટકળો કરી રહ્યાં છે.

આ જ સર્ચના સ્ક્રીનશોટ્સ સોશિયલ મિડિયાના ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા દરેક પ્લેટફોર્મ ઉપર ફરી રહ્યાં છે. તેમજ જાત જાતના મીમ્સ્ પણ પોસ્ટ થઈ રહ્યાં છે. ગૂગલના અધિકારીનું આ મામલે કહેવું છે કે, ‘અમે આ વાતની તપાસ ચલાવી છે. પરંતુ કોઈ કડી હજુ સુધી હાથ નથી લાગી.’

ગુગલ અધિકારીએ આગળ જણાવ્યું કે, ‘જુદાં જુદાં પ્રકાશન માધ્યમ અનુસાર આ મીમ 2017માં મિડિયામાં ફર્યાં હતા.’

પાકિસ્તાનના ઝંડા ઉપરાંત ગૂગલ સર્ચમાં અગાઉ પણ પપ્પૂ નામ સર્ચ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ફોટો આવતો હતો અને ટેરરિસ્ટ લિસ્ટ સર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવતું હતું. આવા બનાવ અગાઉ વિદેશી નેતાઓ સાથે પણ બન્યા છે.

ગૂગલની સ્પષ્ટતાઃ આ તો જૂનું મીમ છે

ગૂગલ દ્વારા એવી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે સર્ચ વિન્ડોમાં બેસ્ટ ટોઈલેટ પેપર ઈન ધ વર્લ્ડ કે બેસ્ટ ચાઈના-મેડ ટોઈલેટ પેપર કે માત્ર ટોઈલેટ પેપર શબ્દો ટાઈપ કરવાથી પાકિસ્તાની ધ્વજ દર્શાવાઈ રહ્યાનો કોઈ પુરાવો મળ્યો નથી. તે છતાં અમે આ બાબતમાં તપાસ હાથ ધરી છે.