સ્વપ્નશાસ્ત્ર: જો તમે સ્વપ્નમાં કોઈ મૃત વ્યક્તિને જૂઓ છો તો તેનું ફળ…

0
5516

ન એક કોયડો રહ્યું છે, રાત્રે જયારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણે સ્વપ્ન જોઈએ છીએ. કોઈ પ્રકાશ નથી છતાં આપણને બધું દ્રશ્યમાન થાય છે. પ્રકાશ વિના પણ આપણે જોઈ શકીએ છીએ. સ્વપ્નમાં આવેલ ઘટનાઓ અને દ્રશ્યો આપણને ઘણીવાર પૂર્વભવના દ્રશ્ય તો ઘણીવાર ભવિષ્યના અણસાર આપે છે.

સ્વપ્નમાં આગના દ્રશ્ય શરીરમાં પિત્ત-અગ્નિ દોષનું સૂચન કરે છે.

સ્વપ્નમાં જો આગના દ્રશ્ય જોવા મળે તો તે શરીરમાં પિત્ત-અગ્નિ દોષનું સૂચન કરે છે. શરીરમાં અગ્નિ થવાનું દ્રશ્ય, ટૂંક સમયમાં તાવ કે ગંભીર બિમારી આવી શકે તેનો અંદેશો આપે છે. આગમાં જો સોફા કે પલંગ બળતો જૂએ તો પોતાને રોગ કે જીવનસાથીને રોગની ઘટના થશે તેનો સંકેત મળે છે. સ્વપ્નમાં વરસાદનું દ્રશ્ય હમેશાં શુભ સમાચારની આગાહી કરે છે, છતાં જો વરસાદ સાથે વીજળી કે પૂર પણ જોવા મળે તો તે ઓછું શુભ ગણાય છે. જો તમે સ્વપ્નમાં પાણીમાં સ્નાન કરી રહ્યાં છો કે ડૂબી રહ્યાં છો, તો તમારી તબિયત બગડશે તેવા સંકેતો મળે છે. ગરમ પાણીમાં સ્નાન કરવાનો અનુભવ જો સ્વપ્નમાં થાય તો કુટુંબના સભ્યો માટે સારું નથી.

સ્વપ્નમાં તમે કોઈ ગરીબ વ્યક્તિને જુઓ છો તો તમે ધનવાન થશો, કોઈ તમારા પ્રેમમાં ઊંડું ઉતર્યું છે, આ સ્વપ્ન તેનો સંકેત કરે છે. સ્વપ્નમાં તમને આંખની તકલીફ થાય છે તો તમને નજીકના ભવિષ્યમાં તમારી ભૂલો બતાવવામાં આવી શકે, પ્રેમમાં સાવચેતી રાખવી પડશે.

સ્વપ્નમાં પહાડનું દ્રશ્ય કે પહાડ પરથી નીચે જોવાનું દ્રશ્ય, તમારી તકલીફોનો અંત સૂચવે છે.સ્વપ્નમાં તૂટેલા પુલને જોવો, તમારા વ્યવસાયમાં તકલીફોનું સુચન કરે છે. લોહી શબ્દથી બીક અને અણગમો પેદા થાય છે, પરંતુ સ્વપ્નમાં લોહી જોવું સ્વપ્નશાસ્ત્રીઓ શુભ માને છે. ગરીબ માણસને લાભ થાય છે. સ્વપ્નમાં ઊંટનું દ્રશ્ય જોવા મળે તો ભવ્ય વ્યવસાયની શરૂઆત અને આર્થિક સફળતા નક્કી થાય છે. સ્વપ્નમાં હાથીનું દ્રશ્ય જોવું, નસીબ બાબતે અનેક ગણું શુભ ગણાય છે.

સ્વપ્નમાં બિલાડીનું દ્રશ્ય ખૂબ જ ગૂઢ ગણાય છે. જો બિલાડી સ્વપ્નદ્રશ્યમાં દોડતી જોવામાં આવે તો નજીકના સમયમાં ઘરમાં ચોરી થઇ શકે છે. બિલાડીનું મૃત્યુ સ્વપ્નમાં જોવામાં આવે તો મોટી મુસીબત આવતી ટળી કહેવાય છે. સ્વપ્નમાં ગુસ્સે થયેલી બિલાડીનું દ્રશ્ય ઘરમાં બધું બરાબર નથી તેનો સંકેત કરે છે. સ્વપ્નમાં જો તમે ગાયને જુઓ છો કે ગાયને ખવડાવી રહ્યાં છો, તો તમને ટૂંક સમયમાં આર્થિક લાભ અને વાહનનું સુખ મળશે તેમ કહી શકાય, સ્વપ્નમાં ગાયને જોવી ખૂબ પવિત્ર ગણાય છે.

સ્વપ્નમાં જો તમે કપડાં જુઓ છો તે હમેશાં ભાગ્યોદયની નિશાની કહેવાય છે, પરંતુ સ્વપ્નમાં જો કપડાં ખોવાય કે ખરાબ કપડા જોવા મળે તો તે આવનારી તકલીફનું સૂચન કરે છે.

આપણે ઘણીવાર મૃત વ્યક્તિઓને પણ સ્વપ્નમાં જોઈએ છીએ, જો એક જ વ્યક્તિ જે મૃત છે અને વારંવાર તમારા સ્વપ્નમાં આવી રહ્યું છે, તો જાણકારોના મતે તમારું ભાગ્ય કે તકદીર તે વ્યક્તિ સાથે જ જોડાયેલું છે, શક્ય છે કે તે તમને કઈ કહેવા માંગતું હોય. આ પ્રકારના સ્વપ્નને લીધે તમે તે વ્યક્તિ જેવું જ જીવન જીવશો તેનો સંકેત મળે છે. તમારું નસીબ અને સંબંધો તે વ્યક્તિ જેવા જ રહેશે, તેનો પણ સંકેત થાય છે.

મૃત્યુનું સ્વપ્ન ટૂંક સમયમાં લગ્ન થવાનો સંકેત આપે છે.

ઘણીવાર આપણને સ્વપ્નમાં મૃત્યુ પણ જોવા મળે છે,સ્વપ્નશાસ્ત્રીઓ સ્વપ્નમાં મૃત્યુ જોવાને તમારા લગ્ન જીવન સાથે સાંકળે છે. મૃત્યુનું સ્વપ્ન ટૂંક સમયમાં લગ્ન થવાનો સંકેત આપે છે, છે ને ગજબ વાત! આથી ઉલટું બીમાર માણસ જો તેના લગ્નનું દ્રશ્ય જો સ્વપ્નમાં જુએ તો તેના જીવન પર પ્રશ્નાર્થ લાગી જાય છે, અર્થાત તેને મરણતોલ બિમારી આવી શકે છે.

સ્વપ્નમાં ગ્રહણ જોવું ખૂબ અપશુકન લાવે છે.

સ્વપ્નમાં ચંદ્રને જોવો તમને સંકેત આપે છે કે,તમારા જીવનસાથી તમને પૂર્ણ હ્રદયે તમને ચાહે છે. સ્વપ્નમાં ગ્રહણ જોવું ખુબ અપશુકન લાવે છે, સૂર્યગ્રહણ પિતાની તકલીફ અને ચંદ્રગ્રહણ માતાની તકલીફોનો અંદેશો કહે છે. સ્વપ્નમાં નાણાં જોવા શુકનવંત છે, પરંતુ નાણાં ખોવાઈ જવા કે કોઈને નાણાં આપતા દ્રશ્ય પ્રેમમાં આવનારી તકલીફોનું સુચન કરે છે. સ્વપ્નમાં ઘણીવાર સંગીત પણ સંભળાય છે, આ સંગીત તમને ટૂંક સમયમાં શુભ સમાચાર મળશે તેનો સંકેત કરે છે. સ્વપ્નશાસ્ત્રીઓ કહે છે કે, જાતે ગીત ગાવાનું સ્વપ્ન શુભ નથી ગણાતું, આવનારા સમયમાં રુદન થાય તેવી પીડા થાય છે અથવા હૃદયભંગના પ્રસંગ બને છે.

અહેવાલ-નીરવ રંજન