Exit Poll: ગુજરાત અને હિમાચલમાં ભાજપની સરકાર

ગુજરાતમાં ગુરુવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. એક્ઝિટ પોલના આંકડા આવવાની પણ શરુઆત થઈ ગઈ છે. તમામ મીડિયા અને એજન્સીના સર્વે અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનું જણાવ્યું છે. જો કે શેરવોટની દષ્ટ્રીએ ભાજપને નુકશાન થશે, તેમ એક્ઝિટ પોલમાં જણાવ્યું છે. પણ ગુજરાતમાં પાટીદાર ફેકટર હોવા છતાં નરેન્દ્ર મોદીનો જાદુ બરબકાર રહ્યો છે. આપને જણાવી દઈએ કે, રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠક માટે 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન કરવામાં આવ્યું હતું.આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો રહ્યો હતો. ત્રીજા મોરચાનું કોઈ ખાસ મહત્વ રહ્યું નહતું. જોકે હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. જેનાથી પરિણામમાં કોઈ ઉલટફેર થઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે.

કેટલાક પ્રમુખ એક્ઝિટ પોલના સર્વે આ મુજબ રહ્યાં આ ઉપરાંત કેટલાંક સ્થાનિક સર્વેમાં પણ ભાજપને 100થી ઓછી બેઠકો મળવાની શક્યતા નહીંવત જણાવવામાં આવી છે. બેઠકોમાં થોડો ઘણો ફેરાર દર્શાવવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં ભાજપનું પુનરાવર્તન નિશ્ચિત માનવામાં આવે છે.બીજી તરફ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પણ 18 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની કુલ 68 બેઠકો છે. એક્ઝિટ પોલના સર્વે મુજબ હિમાચલમાં પણ ભગવો લહેરાશે. આપને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશ માટે 9 નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સરેરાશ 74 ટકા જેટલું મતદાન થયું હતું.

હિમાચલમાં વર્તમાન સીએમ વીરભદ્રસિંહ માટે સરકાર બચાવવી એ મોટો પડકાર જણાઈ રહ્યો છે. તો ભાજપના પ્રેમકુમાર ધુમલ ફરી એકવાર સીએમ બનશે તેમ જણાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશની વર્તમાન વિધાનસભામાં 68 બેઠકોમાંથી કોંગ્રેસને 35 અને ભાજપના ખાતામાં 28 બેઠકો છે. જ્યારે બાકીની અપક્ષને ફાળે આવેલી છે.ચાણક્યના સર્વે અનુસાર હિમાચલ પ્રદેશમાં ભાજપ સત્તામાં આવશે અને કુલ 68 બેઠકમાંથી ભાજપને 48થી 62 બેઠકો મળવાનું અનુમાન છે. તો ચાણક્યએ કોંગ્રેસનો કારમો પરાજય દર્શાવ્યો છે અને તેને ફક્ત 6થી 13 બેઠકો મળવાનું અનુમાન છે. તો અપક્ષને 3 બેઠકથી સંતોષ માનવો પડી શકે છે તેમ ચાણક્યના સર્વેમાં જણાવવામાં આવ્યું છે.

જોકે આ તો Exit Poll છે, EXACT POLL નહીં. જેથી સત્તાનો ‘જેકપોટ’ કોને લાગશે એતો 18મી ડિસેમ્બરે EVM ખુલ્યા બાદ જ ખબર પડશે.