FMની કલમે કરવેરાની આવક અને અર્થતંત્રના ઔપચારિકરણ પર નોટબંધીની અસર

રિઝર્વે બેંકે તેનાં અહેવાલોમાં બે વાર જણાવ્યું છે કે, 500 અને 1000ની ચલણી નોટનું વિમુદ્રીકરણથી બેંકોમાં જંગી રકમ જમા થઈ છે. સરકારનાં આ નિર્ણયને પગલે બેંકોમાં મોટાં ભાગનું ચલણ પરત આવ્યું હોવાથી મોટાં ભાગે એવી ટિપ્પણી કરવામાં આવે છે કે, વિમુદ્રીકરણનો ઉદ્દેશ સફળ થયો નથી. તો શું વિમુદ્રીકરણનો એકમાત્ર ઉદ્દેશ બેંકોમાં જમા ન થયેલી ચલણી નોટોને ચલણમાંથી દૂર કરવાનો હતો? ચોક્કસ એવો ઉદ્દેશ નહોતો. વિમુદ્રીકરણનો મુખ્ય આશય ભારતને કરવેરાનાં નિયમોનું પાલન ન કરતાં સમાજમાંથી કરવેરા પાલનકર્તા સમાજ તરફ અગ્રેસર કરવાનો હતો. આ માટે અર્થતંત્રને ઔપચારિક બનાવવું અને કાળાનાણાં પર પસ્તાળ પાડવી જરૂરી હતું. તો એમાં કેવી રીતે સફળતા મળી છે?

  • જ્યારે બેંકોમાં રોકડ રકમ જમા થઈ હતી, ત્યારે રોકડ રકમની માલિકી કોની છે એ બાબત છૂપી રહી નહોતી. અત્યારે જમા થયેલી રોકડ રકમનાં માલિકોની ઓળખ થઈ છે. તેનાં પરિણામે આ અંગેની તપાસમાં વધારો થયો છે કે જમા થયેલી રકમ જમા કરનારાની આવકને સુસંગત છે કે નહીં. આ રીતે વિમુદ્રીકરણ પછી આ પ્રકારની તપાસ માટે 1.8 મિલિયન જમાકર્તાઓની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી મોટાં ભાગનાંઓએ કરવેરો અને દંડ ચુકવવાની પ્રક્રિયામાં ત્વરા દાખવી છે. બેંકમાં રોકડ રકમ જમા કરવાનો અર્થ એ નથી કે આ નાણાં કરવેરો ચુકવાયો છે એ નાણાં છે.
  • માર્ચ, 2014માં આવકવેરા રિટર્નની સંખ્યા 3.8 કરોડ હતી. વર્ષ 2017-18માં આ આંકડો વધીને 6.86 કરોડ થઈ ગયો છે. છેલ્લાં બે વર્ષમાં વિમુદ્રીકરણ અને સરકારનાં અન્ય પગલાંઓની અસરનું વિશ્લેષણ કરીએ, તો જણાશે કે આવકવેરા રિટર્નમાં અનુક્રમે 19 અને 25 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ અભૂતપૂર્વ છે.
  • વિમુદ્રીકરણ પછી છેલ્લાં બે વર્ષમાં નવા ભરાયેલા રિટર્નની સંખ્યા અનુક્રમે 85.51 લખ અને 1.07 કરોડ વધી છે.
  • વર્ષ 2018-19 માટે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યક્તિગત કરવેરા અને કોર્પોરેટ કરવેરાની કેટેગરીમાં એડવાન્સ ટેક્સમાં અનુક્રમે 44.1 ટકા અને 17.4 ટકાનો વધારો થયો છે.
  • કરવેરાની આવક વર્ષ 2013-14માં 6.38 લાખ કરોડથી વધીને વર્ષ 2017-18માં 10.02 લાખ કરોડ થઈ છે.
  • વિમુદ્રીકરણ પૂર્વેનાં બે વર્ષમાં કરવેરાની આવકમાં વૃદ્ધિ અનુક્રમે 6.6 ટકા અને 9 ટકા હતી. વિમુદ્રીકરણ પછીનાં બે વર્ષમાં કરવેરાની આવકમાં વૃદ્ધિ અનુક્રમે 15 ટકા અને 18 ટકા થઈ છે. ત્રીજા વર્ષમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળે છે.
  • જીએસટીનો અમલ 1 જુલાઈ, 2017 એટલે કે વિમુદ્રીકરણ પછી થયો હતો. એનાં અમલનાં પ્રથમ વર્ષમાં નોંધાયેલા કરદાતાની સંખ્યામાં 72.5 ટકાનો વધારો થયો છે. મૂળ 66.16 લાખ કરદાતાઓની સંખ્યા વધીને 114.17 લાખ થઈ છે.

વિમુદ્રીકરણની આ સકારાત્મક અસર છે. પ્રથમ બે ત્રિમાસિક ગાળા પછી અર્થતંત્રનું વધારે ઔપચારિકરણ, વ્યવસ્થામાં વધારે નાણાં, કરવેરાની ઊંચી આવક, ઊંચો ખર્ચ, ઊંચી વૃદ્ધિ.

-કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી