શું તમને ખબર છે? રાહુલ ઐકીડોમાં બ્લેક બેલ્ટધારક છે

0
10435

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર જોક્સ બનાવનારાઓ સાવધાન થઈ જાય.

લોકોએ ગાંધી પરિવારના યુવરાજ રાહુલ ગાંધીને ભાષણ કરતાં જોયા છે, દેશના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેતા જોયા છે, પણ તેઓ જાપાનીઝ માર્શલ આર્ટ ઐકીડોમાં એક્સપર્ટ છે એની બહુ ઓછાને ખબર હશે.

રાહુલની આ વિદ્યાની જાણકારી ખુદ એમની જ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલી અમુક તસવીરોને પગલે મળી છે. આ તસવીરોમાં રાહુલને દેશના જાણીતા ઐકીડો કોચ પરિતોષ કર સાથે આ માર્શલ આર્ટની તાલીમ લેતા જોઈ શકાય છે.

વાસ્તવમાં, તાજેતરમાં એક કાર્યક્રમમાં ચેમ્પિયન મુક્કાબાજ વિજેન્દર સિંહે રાહુલને સવાલ પૂછ્યો હતો કે મેં દેશમાં કોઈ નેતાને કોઈ રમત રમતાં જોયા નથી,ઘણાય નેતાઓને સ્પર્ધાઓનું ઉદઘાટન કરતી રીબીન કાપતા જોયા છે, પણ રમતા જોયા નથી. ધારો તમે વડાપ્રધાન બનશો તો સ્પોર્ટ્સના વિકાસ માટે શું કરશો?

એના જવાબમાં રાહુલે કહ્યું હતું કે, હું કસરત કરું છું, રનિંગ કરું છું, સ્વિમિંગ કરું છું, હું ઐકીડોમાં બ્લેક બેલ્ટ ધારક છું. મને સ્પોર્ટ્સમાં દિલચસ્પી છે. મારા જીવનમાં રમતગમતનું મહત્વ રહ્યું છે અને રહેશે.

ધારો કે ભવિષ્યમાં રાહુલ દેશના વડાપ્રધાન બને તો ટોચના હોદ્દા પર રહીને આ માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ ધરાવનાર એ રશિયાના વ્લાદિમીર પુતિન બાદ દુનિયામાં માત્ર બીજા જ નેતા હશે.

(રાહુલે પોતે ઐકીડોમાં બ્લેક બેલ્ટ હોવાની જાણકારી જેમાં આપી હતી એ પ્રસંગનો વિડિયો)